પુરુષોત્તમ માસ અને શ્રાવણ માસને ધ્યાનમાં રાખી બળવંતસિંહ રાજપૂત દ્વારા મંત્રી કુંવરજી બાવળિયાને રજૂઆત કરવામાં આવી | A presentation was made by Balwantsinh Rajput to Minister Kunvarji Bavaliya in view of Purushottam Masa and Shravan Masa.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Presentation Was Made By Balwantsinh Rajput To Minister Kunvarji Bavaliya In View Of Purushottam Masa And Shravan Masa.

પાટણ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પવિત્ર પુરૂષોત્તમ માસ અને શ્રાવણ માસના પવિત્ર તહેવા૨ ચાલતા હોવાથી લાખો શ્રધ્ધાળુઓ સિદ્ધપુ૨ દર્શનાર્થે આવનાર યાત્રાળુઓ માટે સ૨૨સ્વતી નદીમાં સ્નાન કરવાનો એક મહિમા છે. ત્યારે આ ખાલી પડેલ સરસ્વતી નદીમાં નર્મદાના નીર ભરવા ,નર્મદા,પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખિત રજૂઆત કરી હતી.

સિદ્ધપુર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતએ કરેલ નર્મદા,પાણી પુરવઠા, અન્ન નાગરીક પુરવઠોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, સિધ્ધપુર સરસ્વતી નદી ખાતે સ્વયંપ્રગટ પાંચ શિવાલય આવેલ છે. જ્યાં અત્યારે પવિત્ર પુરૂષોત્તમ માસ અને શ્રાવણ માસના પવિત્ર તહેવા૨ ચાલતા હોવાથી લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.સિદ્ધપુ૨ દર્શનાર્થે આવનાર યાત્રાળુઓ માટે સ૨સ્વતી નદીમાં સ્નાન કરવાનો એક મહિમા છે.

જયારે આ માટે આપણા વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદીએ ગુરુપૂર્ણિમા ના શુભ-દિને સરસ્વતી નદીમાં “ મા સરસ્વતી-નર્મદા મહાસંગમ” કાર્યક્રમ યોજી સ૨૨સ્વતી નદીમાં નર્મદાના નીરના વધામણ કરેલ છે. તો ચાલુ સાલે સમગ્ર ગુજરાતમાં સારો વ૨સાદ થવાથી આજની તારીખે ધરોઇ ડેમમાં પણ પુરતુ પાણી ભરાયેલ છે.તો સિદ્ધપુ૨ શહેર ખાતે આવેલ સરસ્વતી નદીમાં સાબ૨મતિ-સરસ્વતી લીન્ક કેનાલ અથવા તો નર્મદા કેનાલ આધારીત ખો૨સમ-સિધ્ધી સરોવ૨-સિધ્ધપુ૨ પાઇપલાઇન મા૨ફત સ૨સ્વતી નદીમાં પવિત્ર પુરૂષોત્તમ માસ અને શ્રાવણ માસના પવિત્ર તહેવા૨ દ૨મ્યાન પાણી નાખવા મારી અંગત ભલામણ છે.તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *