પાટણ29 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટણ ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત દ્વારા ઉત્તર ગુજરાત ક્ષેત્રના વિસનગર, ડીસા, મહેસાણા, પાલનપુર, રાધનપુર, ઊંઝા, કડી સિધ્ધપુર અને પાટણ કેન્દ્રના ગ્રાહક પંચાયતના કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ પાટણ સંઘ કાર્યાલય ખાતે આજ રોજ સંપન્ન થયો હતો.
આ બેઠકમાં મુખ્યત્વે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે સ્વર્ણ જયંતી વર્ષ સમારોહ ને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત કેન્દ્રના કાર્યકર્તાઓ સાથે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો ની ચર્ચા અને નિર્ણય થયા. તે અંતર્ગત આવનારા સપ્ટેમ્બર સુધી માં ગ્રાહક પંચાયત ના સભ્યો ની નોંધણી ઉપરોક્ત કેન્દ્રોમાં થશે તેમ જ મહાવિદ્યાલય અને યુનિવર્સિટી ઓમાં સાઇબર ક્રાઇમ, ઓનલાઈન ગેમ, ઓટિટી પ્લેટફોર્મ અને બીજા યુવા વિદ્યાર્થીઓ ને સ્પર્શતા ગ્રાહક લક્ષી કાર્યક્રમો કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ કાર્યક્રમનું સંચાલન પાટણ જિલ્લાના સંયોજક અતુલભાઇ પટેલ અને સહ સંયોજક પિનલભાઈ પટેલે સાથે મળીને કર્યું હતું. બેઠક ના અંતે સંપર્ક અધિકારી જશુભાઈ ચૌધરીએ આ પ્રકારના કાર્યક્રમો અને અભ્યાસ વર્ગ અવારનવાર થતા રહે અને જિલ્લા સંયોજક અને સહ સંયોજકને આગ્રહ કર્યો કે દર બે મહિને ઉત્તર ગુજરાતના તમામ કેન્દ્રો પર ના ગ્રાહક પંચાયતના કાર્યકર્તા ઓનો નવા નવા વિષયોના પ્રશિક્ષણ માટે અભ્યાસ વર્ગ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય સચિવ જયંત કથીરિયા, ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી વસંતભાઈ પટેલ પ્રાંતના કોષાધ્યક્ષ ભરતભાઈ માલવીયા તેમજ સંગઠનના સંપર્ક અધિકારી જશુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા