પાટણ32 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટણ એસઓજીની ટીમે શહેરમાં આવેલા બે ગેસ્ટ હાઉસમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં બંને ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર નહીં નિભાવાતું હોવાનું બહાર આવતાં પોલીસે બંને ગેસ્ટ હાઉસના સંચાલકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાટણ એસઓજીની ટીમ પાટણ ટાઉન વિસ્તારમા પેટ્રોલીગમા હતી ત્યારે પાલિકા બજારની સામે દેવદર્શન કોમ્પલેક્ષમાં આવેલા આરામ ગેસ્ટ હાઉસ તથા ઓમ કોમ્પલેક્ષની સામે આવેલા કુંજવિહારગેસ્ટહાઉસમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં આ બંને ગેસ્ટ હાઉસના સંચાલકો ગ્રાહકોની નોધણી માટે પથિક સોફ્ટવેર ઇન્સટોલ કરી જેમા ગ્રાહકોની એન્ટ્રી નહિ કરી જાહેરનામાનો ભંગ કરેલો હોવાનું જણાતાં પોલીસે ઠાકોર ભરતજી કાન્તીજી (રહે. રામની વાડી, બી.ડી.હાઇસ્કુલ સામે, પાટણ) અને નિકુલ ભગાભાઇ ચૌધરી (રહે- બેપાદર તા-સરસ્વતી) સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.