પાટણ રેલવે સ્ટેશન સહિત દેશના 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણનું વડાપ્રધાનના હસ્તે ઓનલાઈન ખાતમુહૂર્ત, પાટણ રેલવે સ્ટેશનનો 32 કરોડના ખર્ચે થશે વિકાસ | Renovation of 508 railway stations of the country including Patan railway station by the hand of the Prime Minister, Patan railway station will be developed at a cost of 32 crores

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Renovation Of 508 Railway Stations Of The Country Including Patan Railway Station By The Hand Of The Prime Minister, Patan Railway Station Will Be Developed At A Cost Of 32 Crores

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરના 508 રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે આજે વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરાયું હતું ત્યારે પાટણ શહેરમાં 32 કરોડ ના ખર્ચે થનાર નવીનીકરણ નું સંસદ ભરત ડાભી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના રેલવે સ્ટેશનને આધુનિક સુવિધા સાથે રીડેવલપ કરાઈ રહ્યાં છે. જેના અંતર્ગત ગુજરાતમાં કુલ 120 જેટલા રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થશે. અમદાવાદ રેલવે ડિવિઝનના 16 જેટલા રેલ્વે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થશે. જેમાંથી ગુજરાતના 9 જેટલા રેલ્વે સ્ટેશનનું આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું.આ તમામ રેલ્વે સ્ટેશનમાં જરૂરિયાત મુજબની તમામ બાબતોનો સમાવેશ કરાયો છે. જેમાં સુધારેલું લાઇટિંગ, પરિસર, પાર્કિંગની જગ્યા, વિકલાંગમાટે વેવસ્થા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને ઈકો-ફ્રેન્ડલી ઈમારતોનો સમાવેશ થાય છે.

508 રેલવે સ્ટેશન અંદર પાટણ શહેરના રેલવે સ્ટેશન નો પણ સમાવેશ થયો છે જેમાં 32 કરોડ ના ખર્ચે પાટણના રેલવે સ્ટેશન નું રીડેવલોપ કરવામાં આવશે.જેનું સાંસદ ભરત ડાભી અને કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત માં શિલાયન્સ કરવામાં આવ્યો હતો.

પાટણ સંસદ ભરત ડાભીએ જણાવ્યું હતું અંગ્રેજો દેશ છોડી ને ગયા પછી આ રેલવે ભેટમાં મળી આ રેલવે સ્ટેશનોનું કોંગ્રેસે 70 વર્ષ શાસન કર્યું પરંતુ રેલવે લાઈનનું અને રેલવે સ્ટેશન નું પુનઃ વિકાસ કરવા માટે કોઈ યોજના હાથ ના લાગી .પરંતુ ગુજરાત ના મુખ્યમંત્રી અને હાલ ના વડાપ્રધાન ને રેલવે નું અલગ બજેટ હતું તેને મર્જ કર્યા સાંસદ સભ્ય તરીકે મારા બે સ્વપન હતા એક તારંગા થી અંબાજી,માઉન્ટ ની રેલવે શરૂ કરવા મેં રજૂઆત કરી હતી.તે 3 હજાર કરોડના ખર્ચે મંજુર કરી છે.બીજું સ્વપ્ન હતું કે જ્યાંથી એક જમાનામાં ગુજરાતમાં પાટણથી રાજ થતું. પાટણની અસ્મિતા હું પોતે પણ વેકેશન માં નોરતા મારા ફઈઓનું ગામ ત્યાં આવતો સંખારી રેલવે સ્ટેશન પર બેસી પાટણ શહેરની મુલાકાત લીધી છે ત્યારે થી મારુ સ્વપ્ન હતું કે પાટણ જિલ્લો બને અને પાટણ ને હેરિટેજ સ્ટેશન બને એના માટે અનેક રજુઆત કરી અને એ રજુઆત ધ્યાને રાખી વડાપ્રધાને ,રેલવે મંત્રી અને રાજ્ય કક્ષા ના મંત્રી મજૂર કર્યું.

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રેલવેના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દેશમાં 25000 કરોડથી વધુના ખર્ચ 508 થી વધુ રેલવે સ્ટેશન અધતન બનાવવા માટે ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જેમાં 32 કરોડના ખર્ચે પાટણ રેલ્વે સ્ટેશન આધુનિક સુવિધાઓ અને સગવડોથી સંપન્ન બનાવવામાં આવનાર છે. આજે 21મી સદીમાં જે સુવિધાઓ જોઈએ તે મુજબનું આ રેલવે સ્ટેશન હશે. ભૂતકાળમાં રેલવેનું સૌથી છેલ્લું સ્ટેશન પાટણ હતું પરંતુ હવે પાટણથી પણ આગળ રેલવે લાઈનો શરૂ કરી હવે દિલ્હી સુધી જઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *