- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Review Meeting On Reorganization Of Polling Stations At Patan Zilla Seva Sadan, Out Of Total 1231 Polling Stations 12 Will Be Merged, 5 New Ones Will Be Added
પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક
પાટણ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને સેવા સદન ખાતે આગામી લોકસભા સામાન્ય ચુંટણી-2024 અંતર્ગત મતદાન મથકોના પૂનર્ગઠન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં રાજકીયપક્ષોના પ્રતિનિધિઓની સાથે મતદાન મથકોના પૂનર્ગઠન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભારતીય ચૂંટણી પંચની સુચનાઓ અનુસાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મતદાન મથક દીઠ મતદારોની સંખ્યા 1500 થી વધે નહી તેને ધ્યાનમાં રાખીને મતદાન મથકનું શિફ્ટીંગ, મતદાન મથકના સેક્શન શિફ્ટીંગ તેમજ મતદાન મથક મર્જ કરવાની કામગીરીનું વિગતવાર રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલ સુચનોને ધ્યાને લઈ યોગ્ય આયોજન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી.
જિલ્લામાં કુલ 1231 મતદાન મથકોમાંથી ચૂંટણી પંચની સૂચના મુજબ 12 મતદાન મથક મર્જ કરવામાં આવશે. 5 મતદાન મથકો નવા ઉમેરવામાં આવશે. જે મતદાન મથકોમાં સેક્શન ફેરફાર કરવામાં આવ્યા હોય તેવા કુલ 34 મતદાન મથકો છે. તેમજ 67 મતદાન મથકોના સ્થળમાં ફેરફાર કરવામાં આવશે અને 6 મતદાન મથકોના નામમાં ફેરફાર કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પાટણને મળેલ પ્રાથમિક દરખાસ્ત અન્વયે રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે વિગતવાર મતદાન મથકોના પુનર્ગઠન વિશે ચર્ચા કરવામાં આવી હતી અને રાજકીય પક્ષો તરફથી મતદાન મથક સબંધિત સલાહ-સુચનોને આવકારવામાં આવ્યા હતા.
બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, જિલ્લા ચુંટણી અધિકારી વ કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા નિવાસી અધિકારી પ્રદિપસિંહ રાઠોડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અક્ષય પારગી, પ્રાંત અધિકારીઓ, તેમજ જિલ્લા ચુંટણી વિભાગનો સ્ટફ ઉપસ્થિત રહ્યો હતો.