- Gujarati News
- Local
- Gujarat
- Patan
- A Survey Was Conducted By Five Teams Formed By The Patan Collector Mamalatdar, Dividing The City Into 41 Valuations To Determine The Fair Value Of The Properties.
પાટણ3 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટણ શહેરમાં પાટણ નગરપાલિકા શહેરી વિસ્તારમાં આવેલી તમામ મિલકતો, પ્લોટનું જંત્રી રિવાઇઝ સર્વેની ત્રિદિવસીય કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેનો ઓનલાઇન ડેટા સરકારનાં ‘જંત્રી પોર્ટલ’ ઉપર સબમીટ કરવાની પ્રક્રિયા શરુ કરાઇ છે. જે કામ ટૂંકમાં પુરુ થતાં પાટણ શહેરની મિલકતોની જંત્રીનાં ભાવ (વેલ્યુએશન) નક્કી થવાનાં છે. પાટણનાં કુલે 41 વેલ્યુઝોનમાં પાંચ સર્વે ટીમો બનાવીને આ કામગીરી પૂર્ણ કરાઇ હતી. સર્વે દરમિયાન ટીમોએ જે તે મકાન કે મિલકત કે પ્લોટનાં ધારકો પાસેથી તેનાં બજાર ભાવની પૃછા કરીને ડેટા એકત્ર કર્યો હતો.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણનાં શહેરી વિસ્તારમાં સમયાંતરે જંત્રી રિવાઇઝ કરવની થાય છે. પાટણનાં હદ વિસ્તારમાં 33 વેલ્યુ ઝોનમાં નવી જંત્રી ઝોનમાં વિભાજીત કરાયા હતા. આ 33 વેલ્યુઝોન માટે પાંચ સર્વે ટીમોને કાર્યરત કરાઇ હતી. આ 33 વેલ્યુઝોનમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 1 અને 2 તથા ગામતળનાં 6 ઝોન મળી કુલે 41 વેલ્યુએશન ઝોનમાં વિભાજીત કરાયા છે.
આ ટીમોમાં પાટણની નગરનિયોજક કચેરી, માર્ગ મકાન વિભાગ, કલેક્ટર કચેરી અને તલાટીઓને પાટણનાં ઉપરોક્ત તમામ વેલ્યુઝોનમાં દરેક ટીમને આઠ આઠ ઝોન સર્વે માટે ફાળવવામાં આવ્યા હતા. જેનો સર્વે પુરો થઇ ગયો છે ને તેનો ડેટા સરકારનાં પોર્ટલ તથા જંત્રીના એપ્લિકેશનમાં અપલોડ કરાશે અને તેનો ડેટા બેઝ ટૂંકમાં તૈયાર થશે. આ સર્વે અંતર્ગત જે કામગીરી કરાઇ હતી તેમાં (1) ખેતીની પિયત જમીનનાં ભાવ (2) બિન ખેતી ખુલ્લા પ્લોટનાં ભાવ, રહેણાંક મિલકત જમીન બાંધકામના ભાવ જાણવામાં આવ્યા હતા.
આ સર્વેનાં આધારે પાટણની મિલકતો-જમીનો-ખુલ્લા પ્લોટ-ખેતીની જમીનોનાં બજારભાવ સરકારનાં ધ્યાને આવશે. આ સર્વે જંત્રી રિવાઇઝ કરવાનાં ભાગરુપે કરાયો હતો. એમ પાટણ નગરપાલિકાનાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર હર્ષિલભાઇ પટેલે જણાવ્યું હતું.
આ અંગે વધુ જાણકારી આપતાં કહ્યું કે, પાટણનાં મામલતદાર (શહેર)એ પાટણનાં કલેક્ટરનાં પત્ર અનુસંધાને પાટણ શહેર તમામ સર્વેનંબર તથા શહેરી વિસ્તારમાં અંતિમખંડ સુધી ડીટેઇલમાં એપ્લીકેશન દ્વારા સર્વે કરીને તેની જંત્રી મોડ્યુલમાં ડેટા એન્ટ્રી કરવાની કામગીરી શરુ કરવાનાં ભાગરુપે નગરપાલિકા ક્ષેત્રફળનાં વિસ્તાર નક્કી થયેલ વેલ્યુઝોનની સંખ્યાને ધ્યાને લઇને ટીમની સંખ્યા નક્કી કરીને ટીમો તૈયાર કરવામાં આવી હતી.
પાટણ નગરપાલિકાનાં વિસ્તારને ધ્યાને રાખીને સર્વે ટીમની રચના કરવામાં આવી હતી. જે મુજબ પાટણમાં પાંચ ટીમોની રચના કરાઇ હતી. જેમાં ટીમ નં. 1માં પાટણ નગર નિયોજકની કચેરીનાં આસિસ્ટન્ટ પ્લાનર હર્ષિલ પટેલ અને પાટણ સીટી સર્વે કચેરીનાં સર્વેયરની ટીમને ટી.પી. સ્કીમ નં. 2, ડબલ્યુ/0/ 01, ડબલ્યુ/0/02, આર-2, આર-8, આર-9, આર-10, આર-11, વેલ્યુઝોન ફાળવ્યા હતા. જ્યારે ટીમ-2માં પાટણની નગર નિયોજક કચેરીનાં આસિ. પ્લાનર દિનેશ જોશી તથા પાટણ સીટી સર્વે કચેરીનાં સર્વેયર રોનક પટેલને ડબલ્યુ/1/03, ડબલ્યુ/0/01,ડબલ્યુ/0/06, આર-6, આર- ,7 આર-16, આર-31, આર-32, આર-33ની ફાળવણી કરાઇ હતી. ત્રીજી ટીમમાં પાટણનાં માર્ગમકાન વિભાગનાં આસિસ્ટન્ટ એન્જીનીયર મૌલિક પી. પટેલ અને પાટણ સીટી સર્વે કચેરીનાં સર્વેયર મૌલિકભાઇ પટેલને ટીપી સ્કીમ નં. 1, ડબલ્યુ/0/04, ડબલ્યુ/0/05, આર-1, આર-3, આર-5, આર- 15, ચોથી ટીમમાં પાટણ માર્ગ મકાન વિભાગનાં આસિ. એન્જીનીયર હિરેન પંચાલ અને સમાલપાટી કસબ તલાટી હિરેન પટેલને આર-22, આર-24, આર-25, આર-26, આર-27, આર-28, આર-29, આર-30ની ફાળવણી કરાઇ હતી. જ્યારે પાંચમી ટીમમાં પાટણ માર્ગ મકાન વિભાગનાં આસિસ્ટન્ટ એન્જીનીયર કિશન પી. પટેલ અને હાંસાપુર કસ્બા તલાટીની આર-12, આર-13, આર-14, આર-17, આર-18, આર-19 આર- 20, આર-21, આર-23 વેલ્યુઝોનની ફાળવણી કરાઇ હતી.