પાટણ, કચ્છ, મહેસાણા અને મોરબી જિલ્લા પંચાયતના સદસ્યો માટે શંખેશ્વરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી આપી | The Chief Minister attended a program held at Shankeshwar for members of District Panchayats of Patan, Kutch, Mehsana and Morbi.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Chief Minister Attended A Program Held At Shankeshwar For Members Of District Panchayats Of Patan, Kutch, Mehsana And Morbi.

પાટણ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લાના વઢીયાર પંથકના જૈન યાત્રાધામ શંખેશ્વર ખાતે ચાલી રહેલા બે દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાર્શ્વપદ્માવતી શક્તિ પીઠ ગુરૂ લક્ષ્મણ ધ્યાન કેન્દ્ર ખાતે પધાર્યા હતા.શંખેશ્વર ખાતે હેલીપેડ પર આવી રોડ માર્ગે શંખેશ્વર પાર્શ્વ પદ્માવતી શક્તિ પીઠ ગુરૂ લક્ષ્મણ ધ્યાન કેન્દ્ર ખાતે પહોંચ્યા તેમણે આચાર્ય પ પુ આ લેખેન્દ્ર શેખર સૂરીસ્વરજી મહારાજ સાહેબના દર્શન કર્યાં બાદ આશીર્વાદ મેળવ્યા તેમણે ભાજપ યુવા મોરચાની પ્રદર્શન નિહાળી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા.

પાટણ મહેસાણા કચ્છ અને મોરબી જીલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો નો પ્રશિક્ષણ વર્ગમા માગૅદશૅન આપ્યું હતુ જેમાં આઠ સત્રો રાખેલા છે અને અલગ અલગ વક્તા ઓ મારફતે આ સેમીનાર માં બીજેપી સદસ્યો ને માર્ગદર્શન આપાશે જેમાં મુખ્યમંત્રી એ પી એમ સ્વ નિધિ, પી એમ મુદ્રા યોજના, પી એમ આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના સહીત રાજ્ય સરકારની વિવિધ યોજના નો લાભ લોકોને આપવા જણાવ્યું તેમણે કોરોના કાળમાં કાર્યકરો દ્વારા કરવામા આવતી લોક સેવાને બિરદાવી હતી.

આ પ્રશિક્ષણ અંગે પ્રદેશ મહામંત્રી રાજની પટેલ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દવરા અલગ અલગ કાર્યકર્તા ઘડતર ના કાર્યક્રમો થતા હોય છે.જેમાં પ્ર શિક્ષણ વર્ગ એ મહત્વ નો અભ્યાસ વર્ગ હોય છે.જેમ સંગઠન ના અભ્યાસ વર્ગ થતા હોય છે તેમ ચૂંટાયેલ પ્રતિનિધિ ના પણ આખા રાજ્ય માં વેવસ્થા કરવામાં આવી છે .અહીંયા પાટણ, મોરબી, કચ્છ,મહેસાણા ના જિલ્લા પંચાયત ના ચૂંટાયેલ સભ્યોબે દિવસ નો અભ્યાસ વર્ગ છે. જેમાં ગઈ કાલે શરૂ થયો હતો અને આજે સાંજે પતશે.વિવિધ સત્ર દવરા એમને આગળ ઉપયોગી થાય એવું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ માં જિલ્લા પ્રમુખ દસરથજી ઠાકોર, પૂર્વ મહામંત્રી કે સી પટેલ, સહિત ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *