પાટણમાં ચાલિયા સાહેબ ઉત્સવમાં નિજ મંદિર ખાતે ભજન–આરતી–પ્રસાદનું આયોજન, સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા | Bhajan-Aarti-Prasad organized at Nij Mandir in Chalia Saheb festival in Patan, people from Sindhi community turned up in large numbers.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Bhajan Aarti Prasad Organized At Nij Mandir In Chalia Saheb Festival In Patan, People From Sindhi Community Turned Up In Large Numbers.

પાટણ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરમાં અત્યારે અધિકમાસ અને શ્રાવણોત્સવના ધાર્મિક માસ તરીકે સમગ્ર શહેરમાં ઠેર – ઠેર ભાગવત સપ્તાહ અને અધિક માસની કથાઓનો ધાર્મિક માહોલ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં યોગનુંયોગ પાટણ શહેરના સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાનના ચાલિયા સાહેબ મહોત્સવ ઉપવાસ કરી 16/7/2023થી 24/8/2023 મનાવવામાં આવે છે.

ચાલિયા સાહેબ ઉત્સવ દરમ્યાન દરરોજ રાત્રે નિજ મંદિર ખાતે ભજન – આરતી – પ્રસાદ નું આયોજન કરેલ હોય છે. જેમાં સિંધી સમાજના 250 થી 300 જેટલા લોકો હાજર રહી તેનોલાભ લે છે.

આ ધાર્મિક ઉત્સવમાં ઝુલેલાલ રાસ મંડળના તમામ કારોબારી સભ્યો હાજર રહી દરરોજ પોતાની સેવા આપે છે. રાત્રે સિંઘ પ્રાંતના પ્રસિદ્ધ એવા બે સંત અને ઝુલેલાલ ભગવાનના ભક્ત એવા કંવર રામ અને સંત સતરામ દાસનું નાટ્યપાત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઝુલેલાલ રાસ મંડળના બે સભ્યો દ્વારા સંત જેવા આભૂષણ પહેરી તેમનાં ભજનના ગાન સાથે નૃત્ય કરી આબેહૂબ ભક્તિમય઼ માહોલ બનાવાયો હતો. એમ ઝુલેલાલ મંદિરના પ્રમુખ ખેમચંદભાઈ પોહાણીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *