પતિને જગાડીને કહ્યું- ‘પ્રિષા ઘોડિયામાં નથી તમે રમાડવા લીધી છે?’, માસૂમની હત્યાનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઇ | Waking up the husband, he said – ‘Prisha is not in the horse, have you decided to play?’, the police were also shocked to know the reason for the murder of the innocent.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Waking Up The Husband, He Said ‘Prisha Is Not In The Horse, Have You Decided To Play?’, The Police Were Also Shocked To Know The Reason For The Murder Of The Innocent.

જૂનાગઢ2 કલાક પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢના માળિયાહાટિના તાલુકાના માતરવાણીયા ગામમાં રહેતા એક પરિવારની ચાર મહિનાની માસૂમ બાળકી શુક્રવારે પોતાના ઘરેથી ગુમ થયા બાદ અડધો કિલોમીટર દૂર આવેલી નદીમાંથી તેની લાશ મળી હતી. જે બાળકી ચાલતા પણ શીખી ન હતી તેની નદીમાંથી લાશ મળતા માસૂમના મોતનું રહસ્ય ઘેરાયું હતું. જોકે, ગણતરીના કલાકોમાં પોલીસે બાળકીની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ બાળકીની હત્યા બીજા કોઇએ નહીં પણ તેની જ માતાએ કરી હતી. માસૂમની હત્યા કરવાનું જે કારણ હત્યારી માતાએ પોલીસને આપ્યું તે જાણીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. તો આવો વિગતે જાણીએ કે માત્ર ચાર મહિનાની બાળકીનો ભોગ કેમ માતાએ જ લીધો….?

…ને પ્રિષા ઘોડિયામાંથી જ ગાયબ થઇ ગઇ
ઘટનાની વિગતે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માતરવાણીયા ગામના હિરેન નાથાભાઈ પરમારના લગ્ન અઢી વર્ષ પહેલાં વેરાવળના મીઠાપુર ગામની કિર્તન ઉર્ફે કિર્તી ડોડીયા સાથે થયા હતા. ચારેક મહિના અગાઉ કિર્તી ડોડીયાએ બાળકીને જન્મ આપ્યો હતો. જેનું નામ પ્રિષા રાખવામાં આવ્યું હતું. ત્યારે શુક્રવારે સવારે કિર્તી ડોડીયાએ તેના પતિ હિરેન પરમારને જગાડીને પૂછ્યું હતું કે, પ્રિષા ઘોડિયામાં નથી, એને તમે રમાડવા લીધી છે. હિરેન પરમારે ના પાડતા ઘરના અન્ય સભ્યોને જાણ કરી હતી. જોકે, પ્રિષા ક્યાંય મળી નહોતી.

જે બાળકી ચાલતા પણ નહોતી શીખી એનો મૃતદેહ મળતાં પોલીસે ડોગ સ્કવોડની મદદ લીધી હતી.

જે બાળકી ચાલતા પણ નહોતી શીખી એનો મૃતદેહ મળતાં પોલીસે ડોગ સ્કવોડની મદદ લીધી હતી.

ઘરથી 400 મીટર નદીમાંથી મૃતદેહ મળ્યો
ચાર મહિનાની બાળકી 6 વાગ્યાના અરસામાં ગુમ થઈ જતા માતા-પિતા અને પાડોશીઓએ આસપાસના ખેતરોમાં તપાસ હાથ ધરી હતી પરંતુ, પ્રિષા નામની બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ગામલોકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ ડોગ સ્કવોડ સાથે માતરવાણીયા ગામમાં પહોંચી હતી. ચાર મહિનાની પ્રિષા ગુમ થતા તેની શોધખોળ માટે પોલીસે ડોગ સ્કવોડની મદદ લીધી હતી. જે સ્થળ પરથી બાળકી ગુમ થઈ હતી ત્યાંથી ડોગે તપાસ હાથ ધરતા ડોગ ઘરથી 400 મીટર દૂર આવેલી નદી પાસે જઈને અટક્યો હતો. તેની સાથે પોલીસની ટીમ અને ગ્રામજનો પણ ત્યાં પહોંચતા નદીના કાંઠા પર પાણીમાં પડેલો પ્રિષાનો મૃતદેહ જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

મોતનું રહસ્ય ઉકેલવા પોલીસે FSLની મદદ લીધી
મૃતક બાળકીના શરીર પરથી કોઈ ઈજાના નિશાન પણ મળ્યા નહોતા જેથી પોલીસને આ કેસ ઉકેલવો લોઢાના ચણા ચાવવા બરાબર હતો. જેથી પોલીસે મોતનું રહસ્ય FSLની મદદ લીધી હતી અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. પ્રિષા માતા-પિતાનું એકનું એક સંતાન હતું જેથી પોલીસને એમના પર પણ શંકા નહોતી.

પોલીસના સકંજામાં આવેલી હત્યારી માતા.

પોલીસના સકંજામાં આવેલી હત્યારી માતા.

પોલીસને પ્રિષાની માતા કિર્તી પર શંકા ગઇ
જે બાળકી ચાલતા પણ શીખી ન હતી તેની નદીમાંથી લાશ મળતા માસૂમના મોતનું રહસ્ય ઘેરાયું હતું. પોલીસે પરિવારજનોની પણ પુછપરછ કરી હતી, પરંતુ ખાસ કંઇ ક્લુ મળ્યો નહોતો. જોકે, પોલીસને થોડી થોડી પ્રિષાની માતા એટલે કે કિર્તી ડોડીયા પર શંકા હતી. જેથી પોલીસે કિર્તીની આગવી ઢબે પુછપરછ કરતાં કિર્તી ભાંગી પડી હતી અને પોતાની માસૂમ બાળકીની એણે જ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જોકે, બાળકીની હત્યા કરવાનું કારણ કિર્તીએ જે પોલીસને આપ્યું એ ખુબ જ ચોંકાનારુ હતું.

વ્હાલસોયી દીકરીની હત્યા માતાએ કેમ કરવી પડી?
પોતાની વ્હાલસોયી દીકરીની હત્યા માતાએ કેમ કરવી પડી તે અંગે પોલીસ આગળ કબુલાત કરતાં કિર્તીએ જણાવ્યું હતું કે, દીકરીનો જન્મ થયો ત્યારથી મારા પતિ તથા સાસુ-સસરા કહેતા હતા કે તને છોકરીની સાળ સંભાળ લેતા આવડતું નથી. છોકરા સાચવતાં ન આવડતું હોય તો પેદા કેમ કરો છો? તેમ કહેતાં મને લાગી આવ્યું હતું. આ ઉપરાંત પ્રિષાનો દવાનો નાનો-મોટો જે ખર્ચ થતો તે અંગે પણ મને વારંવાર સંભળાવતા હતા. જેથી મને થયું કે, મારી દીકરી હજુ તો ચાર મહિનાની છે અને આ લોકો આવો વ્યવ્હાર કરે છે. તો મોટી થશે ત્યારે શું નહીં કરે? મારા મગજમાં આની આ વાત ફરતી હતી. જેથી મે પ્રિષાને ઉંઘમાં જ ઘોડિયામાંથી લઇ જઇને નજીકની નદી (પાણીનો નાનો વોકળો)માં નાંથી દીધી હતી. આ અંગે હાલ પોલીસે કિર્તીના પતિ હિરેનની ફરિયાદના આધારે હત્યારી માતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *