અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદ શહેરમાં પતિની બદલી થતાં મહિલાએ કચેરીમાં અધિકારીઓને નોકરી છીનવી લેવાની ધમકી આપી હતી. મહિલા અને પતિ વચ્ચે અણબનાવ હોવાથી બંને વચ્ચે છુટાછેડાનો મુદ્દો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મહિલાના પતિની અમદાવાદથી જામનગરમાં બદલી થતાં આ મહિલા વારંવાર કચેરીમાં આવીને અધિકારીઓને ખખડાવતી હતી અને ત્યાં જ આત્મહત્યા કરી લેવાની ધમકીઓ આપતી હતી. જેનાથી કંટાળીને કચેરીના હેડ હવાલદારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
હેડ હવાલદારે ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે પ્રમોદજી પરમાર કસ્ટમ હાઉસ કમિશનરની કચેરી ખાતે હેડ હવાલદાર તરીકે છેલ્લા ત્રણ મહિનાથી ફરજ બજાવે છે. તેમને જાણવા મળ્યું હતું કે, અગાઉ અમદાવાદની ઓફીસમાં ઇન્સપેકટર તરીકે નોકરી કરતા અભિષેક શુકલાએ 2022માં અમદાવાદ શહેર ખાતેથી જામનગર રીલાયન્સ એસ.ઇ.ઝેડ ખાતે બદલી થતા તેઓ જામનગર ખાતે ફરજ પર ગયા હતાં. આ દરમિયાન આ અભિષેક શુકલા અને તેમની પત્ની વચ્ચે ઘરેલુ ઝઘડો ચાલતો હોવાથી તેઓ એકબીજાને છુટાછેડા આપવાની કાર્યવાહી ચાલતી હોય અને બંન્ને એકબીજાથી અલગ રહેતા. આ અભિષેક શુકલાના પત્ની નુતનબેન અમદાવાદ શહેર ખાતેની ઓફિસે છેલ્લા એક મહિનાથી કમિશ્નરને મળવાની જીદ પકડી અધીકારીને અવારનવાર મળવા આવતા અને તેઓ આ દરમિયાન અમારા ઓફિસના કામમા અડચણ નાંખીને કચેરીમા તંગદીલી ભર્યુ વાતાવરણ ઉભું કરતા હતા.
મહિલા અધિકારીઓને ધમકીઓ આપતી
ત્યારબાદ નુતનબેન ઓફિસે આવારનવાર આવીને કહેતા હતાં કે, તમો લોકોએ મારા પતિ અભિષેક શુકલાની અહિંથી બદલી કરાવી છે. જો તમે તેમની બદલી અહી અમદાવાદ શહેર ખાતે પરત નહીં કરાવી આપો તો હુ આત્મહત્યા કરી લઇશ. તેઓ હુમલો કરવાની તૈયારી દર્શાવીને અચાનક જ અમારા સ્ટાફની ચેમ્બરમા આવી જોરજોરથી ચિચિયારીઓ પાડે છે અને સ્ટાફને માનસિક રીતે હેરાન કરી તેમની સાથે સુલેહભંગ કરવા ઉશ્કેરણી કરે છે અને ઓફિસની બહાર ઉભા રહી અધિકારીની ગાડીઓ નિકળે તો તેમની ગાડીઓ રોકી કહે છે કે મારી સાથે પ્રેસના માણસો લઇને આવીશ અને તેમા તમારી આ બધી પ્રવૃતિઓ અને માહિતીઓ છપાવી તમારી બધાની નોકરી લઇ લઇશ. આ મહિલાએ અભિષેક શુકલાની વિરૂધ્ધમાં જામનગર ખાતે ફરીયાદ દાખલ કરી છે.
.