પંચમહાલ (ગોધરા)5 કલાક પહેલા
વિશ્વભરના દેશોમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાયોનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય, કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય, તેઓ અન્ય હરોળમાં આવે તેમજ બિન આદિવાસી સમુદાય પણ તેમને હક આપવા માટે સહભાગીદાર બને તે હેતુથી દેશભરમાં દર વર્ષે 9 ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં જિલ્લાકક્ષાની ઉજવણી આદિજાતિ વિસ્તાર મોરવા હડફના મોરા એ.પી.એમ.સી.ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામીનીબેન સોલંકી, ધારાસભ્ય મતિ નિમિષાબેન સુથાર તથા જિલ્લાના અન્ય પદાધિકારીઓ, આગેવાનો, અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
પંચમહાલ જિલ્લામાં કાર્યક્રમના સ્થળેથી વનઅધિકાર અધિનિયમ- 2006 અંતર્ગત કુલ 83 લાભાર્થીઓને અધિકારપત્રો આપવામાં આવશે. વેલાવાળા મંડપ સહાય યોજનાના કુલ 238 સંકલિત ડેરી વિકાસ યોજનાના કુલ 81 મકાન સહાય યોજનાના કુલ 105 કુંવરબાઇ મામેરા સહાય યોજનાના કુલ 45 તથા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા કુલ 18 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન તથા અન્ય 1 લાભાર્થીને વિનોવીંગ ફેન, 1 AGR-3, નાયબ પશુપાલન નિયામક તરફથી કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી સહાયના કુલ 7 લાભાર્થીઓ અને જીટીડીસી નિગમ દ્વારા તબેલા સહાય અંતર્ગત 1 લાભાર્થીને ચેક અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમના દિવસે કુલ 582 લાભાર્થીઓને અલગ-અલગ યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ દિવસે કુલ 11,366 આદિજાતિ વિદ્યાર્થીઓને ઇ-પેમેન્ટ દ્વારા ખાતામાં રૂ. 193.10 લાખની પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે. આદિવાસી બાંધવોને વિકાસની અગ્ર હરોળ અંતર્ગત આ દિવસે જિલ્લામાં કુલ 141 ખાતમુહૂર્ત તેમજ કુલ 72 કામોનું લોકાર્પણ કરાશે.
આ ઉપરાંત પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કમળાનગર મેદાન, ઘોઘંબા ખાતે પણ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ફતેસિંહ ચૌહાણ તથા જિલ્લાના અન્ય પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરાશે. આ પ્રસંગે રાજયકક્ષાએથી ચાલતી વિવિધ યોજનાઓના લાભ પણ લાભાર્થીઓને આપવામાં આવશે.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…