પંચમહાલના આ જાંબાઝ દેશપ્રેમી સૈનિક ભલાભાઇ બારીયાએ કારગીલ યુદ્ધમાં દૂશ્મનોને હંફાવ્યા હતા | Bhalabhai Bariya, this Jambaz patriotic soldier of Panchmahal defeated the enemies in the Kargil war.

Spread the love

પંચમહાલ (ગોધરા)26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

26 જુલાઈનો દિવસ સમગ્ર દેશમાં કારગીલ વિજય દિવસ તરીકે ઉજવામાં આવે છે. કારગિલના યુદ્ધમાં ગુજરાતના પણ ઘણા જવાનો હતા કે જેમણે પોતાનો જીવ દેશ પર ન્યોછાવર કર્યો હતો. તેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના એક જાંબાઝ યુવાન ભલાભાઈ અખમભાઈ બારીયાએ દૂશ્મનોને હંફાવતા શહીદ થયા હતા.

પંચમહાલ શહેરા તાલુકામાં ખટકપૂર ગામ આવેલુ છે. પિતા અખમભાઈ અને માતા ઝીણી બેનના કુખે ભલાભાઈનો જન્મ થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળા અને બાજુમાં આવેલા નાંદરવા ગામની હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. દેશદાઝની ભાવના હોવાથી તેઓ સેનામાં જવાનું નક્કી કરીને 12 મહાર રેજીમેન્ટમાં જોડાયા હતા. 1999માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના કારગિલ વિસ્તારમાં કબજો જમાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને ત્યારબાદ ઘર્ષણ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી.

ગોળીબારની સાથે-સાથે મોર્ટારોનો મારો પણ થતો હતો, પરંતુ દુશ્મનોને માત આપવા ભલાભાઇ અડીખમ અને અડગ હતા. તેઓ દુશ્મનોના બંધ બંકર ઉપર ગોળીબાર કરીને જવાબ આપતા હતા. જ્યારે દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વીંધાઈ હતી. તેમજ લડતાં લડતાં દેશ માટે શહીદ થયા હતા. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને માદરે વતન ખટકપૂર લાવીને પુરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આજે પણ તેમના પરિવારના સભ્યો ભલાભાઈ બારીયાને યાદ કરે છે. જે શાળામાં તેઓ ભણ્યા હતા. તે શાળાને ભલાભાઈ અખમભાઈ બારીયા પ્રાથમિક શાળા નામાભિધાન તત્કાલિન શિક્ષણ પ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના કમ્પાઉન્ડમાં ભલાભાઈ બારીયાની ખાંભી આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *