ભાવનગર2 કલાક પહેલા
- કૉપી લિંક
- સાંપ્રત સમસ્યા – વેગડ અને કાળુભાર નદીની માપણી, ડીમાર્કીંગ કરી ખુંટા ખોડવાની જરૂર
- નદીથી 150 મીટરનું અંતર રાખવાના નિયમોનો ઈ.સ.2018થી થઈ રહેલો ખુલ્લેઆમ ભંગ
તારક શાહ
ભાવનગરના ભાલ વિસ્તારમાં મીઠાના અગરોને કારણે થતા પાણીના ભરાવાથી આસપાસના અનેક ગામોને અસર થાય છે. આ અંગે તપાસ કરતા જે તે સમયના તંત્રવાહકો દ્વારા 2018 પછી કાળુભાર અને વેગડ નદીના ક્રેચમેન્ટ એરીયામાં પણ મીઠાના અગરો ફાળવી દીધા હોવાથી પાણીના વહેણ અટકી જતા પાણી ભરાય જાય છે. આ માટે વેગડ અને કાળુભાર નદી ઉપરાંત માલેશ્રી નદીના વિસ્તારની માપણી, ડીમાર્કિંગ કરી ખુંટા ખોડી પાકા પીલર કરવાની તાતી જરૂરીયાત છે. 2018 પછી જે સોલ્ટને પરમીશન આપી છે તેમાં નિયમ મુજબ નદીથી 150 મીટરનું અંતર રખાયેલ નથી.
છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન ભાલ પંથકમાં થયેલા મીઠાના અગરોના પાળાને કારણે પાણી ભરાય જવાના બનાવો બને છે અને આસપાસના અનેક ગામોમાં, હાઈવે પરના રસ્તા પર પણ પાણી ભ રાય જાય છે. ખાસ કરી માઢીયા, કાળાતળાવ, ખેતાખાટલી, નર્મદ, સનેસ સહિતના ગામોની હાલત કફોડી થાય છે.આ અંગે તપાસ કરતા 2018 પહેલા 2008માં 20 ઈંચ જેટલો ભારે વરસાદ આવતા કાળુભાર ડેમના પાણીને કારણે પાણી ભરાઈ જવાનો બનાવ બનેલ એ સિવાય ગમે તેવા વરસાદમાં પણ પાણી ભરાતા ન હતા.
પણ 2018માં કેટલાક સોલ્ટના કારખાનાઓ માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી.2018 પછી જે અગરોને મંજુરી આપવામાં આવી તે અગરોની જમીનો કાળુભાર અને વેગડ નદીના ક્રેચમેન્ટમાં આવતી જમીનો છે. જેને હિસાબે નદીમાં જતુ પાણી અટકી આજુબાજુના ગામડામાં જતુ હોય છે અને ગામડામાં પણ ક્યાંક નાના મોટા દબાણો હોવાથી ખેતરોમાં પાણી ભરાય જાય છે.
2018 પહેલા મીઠાના જે અગરો કાર્યરત હતા તેમાં દરેક સોલ્ટફાર્મ વચ્ચે 150 મીટરનું અંતર નિયમ મુજબ હતુ પણ 2018માં ફાળવાયેલ અગરોમાં આ 150 મીટરના અંતરના નિયમોનો ભંગ થયેલ છે જેને કારણે પાણીના વહેણને જવાનો રસ્તો મળતો નથી. પાણી ભરાવાને કારણે ગામડાના ખેતરોમાં નુકશાન થાય છે ઉપરાંત સોલ્ટ વર્કસ વાળીને પણ રૂા.25 લાખથી રૂા.1 કરોડનું નુકશાન થાય છે.
મીઠા ઉદ્યોગને બચાવવા માટે પાણીના નિકાલની વ્યવસ્થા જરૂરી
ભાવનગરમાં મીઠા ઉદ્યોગ ટકી રહે તેમજ ભિવષ્યમાં મીઠા ઉદ્યોગના માધ્યમથી તેની બાયપ્રોડક્ટના નાના-નાના ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ ભાવનગરમાં આવે તે પણ જરૂરી છે અને તેના હિસાબે ભાવનગર શહેર જિલ્લાને રોજગારી પણ વિપુલ પ્રમાણમાં મળી રહે.
તંત્ર દ્વારા એવો રસ્તો કરવો જોઈએ કે ભારે વરસાદથી આવતા પાણીના હિસાબે ભાલના ગામડાઓને પણ નુકશાન ના થાય અને મીઠાના અગરોવાળાને પણ લાખો-કરોડો રૂપિયાનું નુકશાન થાય છે તે નુકશાન ન થાય આ માટે ડિમાર્કિંગ જરૂરી છે. અને જો ભવિષ્યમાં મીઠાના અગરોના ઉદ્યોગપતિઓ મોરબી-કચ્છ કે ભરૂચ બાજુ પોતે ધંધો કરવા ચાલ્યા જશે, તો ભાવનગરમાં વર્ષો જુનો ઉદ્યોગ મરી પરવારશે.
.