નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આયોજનમાં કુલ અરજીની સરખામણીએ માત્ર 50% શિક્ષકો હાજર રહેતા વધુ વિકલ્પો મળ્યા | Planning of Nagar Primary Education Committee found more options with only 50% teachers present as compared to total application

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Planning Of Nagar Primary Education Committee Found More Options With Only 50% Teachers Present As Compared To Total Application

સુરત39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વર્ષો બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો એક તરફી જિલ્લા ફેર શાળા પસંદગી કેમ્પનું આયોજન

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક તરફી જિલ્લા ફેર શાળા પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંજીવ કુમાર ઓડિટોરિયમ પાલ ખાતે યોજાયેલા કેમ્પમાં શિક્ષકો હાજર રહ્યા હતા. જેમને ફેરબદલી માટેના સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા.

કુલ અરજીની સામે માત્ર 50% શિક્ષકો હાજર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ખૂબ લાંબા સમય બાદ એક તરફી જિલ્લા ફેર શાળા પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 12 વર્ષ પછી થતા આ જિલ્લા ફેર શાળા પસંદગી કેમ્પ આજે યોજવામાં આવ્યો હતો. કુલ 634 અરજીઓ શાળા ફેર માટે આવી હતી. તે પૈકી માત્ર 220 જેટલા જ શિક્ષકો હાજર રહ્યા હતા. કુલ 549 જગ્યાઓ ખાલી હતી. કોઈ અરજીની સરખામણીએ શિક્ષકો ઓછા હાજર રહેતા શિક્ષકોને શાળા ફેર માટેના વિકલ્પો પણ વધુ મળ્યા હતા.

શાળા ફેરના સર્ટિફિકેટ આપવામાં આવ્યા
સંજીવકુમાર ઓડિટોરિયમ હોલમાં યોજાયેલા શાળા ફેર કેમ્પમાં અરજી કરનાર શિક્ષકો દ્વારા કેટલાક પૂરાવા સાથે લાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. નિમણૂક હુકમ, સરકારી પ્રમાણપત્ર,પોલીસ કેસ પ્રમાણપત્ર, કોર્ટ કેસ ચાલતો ન હોવાનું પ્રમાણપત્ર વગેરે મહત્વના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી. આંતરિક શાળા ફેર કેમ્પમાં હાજર રહેનાર મોટાભાગના શિક્ષકોને શાળા ફેરના પ્રમાણપત્રો પણ આપી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *