નખત્રાણા નજીકના ફોટ મહાદેવ સ્થાનકે ફરવા ગયેલો યુવક પાણીના ધોધમાં તણાઈને ડૂબી જતાં મોતને ભેટ્યો | A young man who had gone for a walk at Phot Mahadev station near Nakhtrana drowned after being dragged into the waterfall.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • A Young Man Who Had Gone For A Walk At Phot Mahadev Station Near Nakhtrana Drowned After Being Dragged Into The Waterfall.

કચ્છ (ભુજ )30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અબડાસા તાલુકાના નાની બાલચોડ ગામની હદમાં આવતા નખત્રાણા પાસેના પ્રસિદ્ધ યાત્રાધામ ફોટ મહાદેવ સ્થાનકે આજે કરૂણ ઘટના સર્જાઇ છે, જેમાં નખત્રાણાના નવા નગરથી મિત્રો સાથે દર્શનીય સ્થળે ફરવા ગયેલો 30 વર્ષીય રમેશ નામનો યુવક જગ્યાના ધોધમાં ન્હાવા જતી વેળાએ અકસ્માતે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. જેના કારણે ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આશાસ્પદ યુવકના અપમૃત્યુથી સમગ્ર નખત્રાણા પંથકમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. હાલ હતભાગી યુવકના મૃતદેહને નખત્રાણા સરકારી હોસ્પિટલ ખાતે પોસ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેના પરિજનો અને નગરજનો દોડી આવ્યા છે.

આ અંગે સ્થાનિકના લખન દેસાઈના જણાવ્યાં મુજબ આજે બપોરે નખત્રાણાના નવા નગર ખાતે રહેતો રમેશ મિત્રો સાથે નજીકના ફોટ મહાદેવ સ્થાનકે ગયો હતો. જ્યાં અકસ્માતે પાણીના ધોધમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું. યુવકના અકાળે અવસાનથી નગરમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદ બાદ નખત્રાણા વિસ્તારમાં આવેલા ફોટ, મહાદેવ, પાલાર ધુના, કડિયાધ્રો સહિતના વિસ્તારોમાં લોકોની ચહલ પહલ વધી જતી હોય છે, ત્યારે આ પ્રકારના સ્થળો પર તંત્ર દ્વારા સલામતીના પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી છે. ગત વર્ષે પણ આજ સ્થળે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *