સુરેન્દ્રનગર2 કલાક પહેલા
- કૉપી લિંક
આજે ધાંગધ્રા તાલુકાના કોપરણી ગામે અગરિયાઓની મહાસભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં અગરિયાઓ હાજરી આપી સાથે આજુબાજુના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ સામાજિક આગેવાનો પણ આમાં જોડાયા હતા. જે સરકારના સર્વે અને સેટલમેન્ટના રિપોર્ટમાં 90 ટકા અગરિયાઓના નામ નથી.

એ તમામ અગરીયાઓએ એક સાથે એક અવાજે એક જ વાત અમને અમારા રણમાં મીઠું પકવવાના કાયમી હક આપો. અમે પરંપરાગતરીતે ઘણા વર્ષોથી આ રણમા મીઠું પકવતા આવ્યા છીએ. અને અમારા બાપદાદા રણની રક્ષા કરી અમે મોટા કર્યા છે. તમારું ઘુડખર અભયારણ તો હમણાં જાહેર થયું છે. ઘુડખર અને અગરિયા એકબીજાના મિત્ર છે. 1973માં ઘુડખરની સંખ્યા 715 હતી આજે 7500 પાર છે.

ગીરના જંગલમાં માલધારી સમાજને પોતાનો હક મળ્યો છે. એ જ રીતે ડાંગ વિસ્તારમા આદિવાસી સમાજને પોતાના હકો મળ્યા તો અગરિયાઓ સાથે કેમ અન્યાય ? અગરિયાઓને પણ પોતાના કાયમી હકો આપો. આ કચ્છના નાના રણમાં 80 હજાર પરિવારો આ મીઠું પકવી એના ઉપર નિર્ભર છે. અન્ય કોઈ અગરિયાઓને જીવનનિર્વાહ માટે કોઈ બીજો વિકલ્પ નથી.