દાણીલીમડામાં ચા લાવવાની ના પાડતા પૂર્વ પાડોશીએ અદાવત રાખી છરીના ઘા ઝીંક્યા, લોકો એકત્રિત થતા ઘટનાસ્થળેથી ફરાર | Refusing to bring tea to Danilimda, the former neighbor kept enmity and inflicted knife wounds, fleeing from the scene where people were gathering.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Refusing To Bring Tea To Danilimda, The Former Neighbor Kept Enmity And Inflicted Knife Wounds, Fleeing From The Scene Where People Were Gathering.

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દાણીલીમડામાં ચા લાવાની સગીરે ના પાડતા પૂર્વ પાડોશીએ છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેમાં શખ્સે તું મારાથી મોટો થઇ ગયો છે, કહીને ઝઘડો કર્યો હતો. ઇજાગ્રસ્ત સગીરને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે સગીરની માતાએ શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

સગીરને બિભત્સ ગાળો બોલીને છરીના ઘા ઝીંક્યા
દાણીલીમડામાં 45 વર્ષીય રૂકશાનાબાનુ પરિવાર સાથે રહે છે. ગત 5 ઓગસ્ટે રાત્રીના સમયે તેમનો 16 વર્ષનો સગીર પુત્ર દાણીલીમડા ચાર રસ્તા પાસે ચાની કીટલી પર બેઠો હતો. ત્યારે અગાઉ સાથે રહેતો પાડોશી સોહેલ શેખ ત્યાં આવ્યો હતો અને સગીરને ચા લાવવાનું કહેતા તેને ના પાડતા સોહેલે ઝઘડો કરતા સગીર ત્યાંથી નીકળી ગયો હતો. તેની અદાવત રાખીને બીજા દિવસે સોહેલે સગીરને બિભત્સ ગાળો બોલીને છરીના ઘા ઝીંકી દીધો હતો. જેથી બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થતા સોહેલ ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત સગીરને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે સગીરની માતાએ સોહેલ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *