દમણ ઘરફોડ ચોરીના આરોપીને પોલીસ રાજસ્થાનથી ઊંચકી લાવી | Daman burglary accused brought by police from Rajasthan

Spread the love

દમણ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સોમનાથમાં રાત્રે 9 દુકાનના તાળા તોડવામાં સામેલ હતો

નાની દમણ ખાતે આવેલા શ્રુતિ કોમ્પ્યુટર ક્લાસીસ સેન્ટરનું શટર તોડી રૂ.65,000/-ની ચોરી થયાની ફરિયાદ 13/07/2023 ના રોજ વિપુલ રતનસિંહ બરૈયાએ નોંધાવી હતી. આ ઉપરાંત અન્ય 8 ના શટર પણ તોડીને નજીકમાં આવેલી દુકાનોમાંથી ચોરીની ઘટના બનેલી.

આ બનાવ સંદર્ભે નાની દમણ પોલીસે આઈપીસી કલમ 380, 457 હેઠળ ગુનો નોંધી કેસની વધુ તપાસ ચાલુ રાખી અલગ-અલગ પોલીસ ટીમ બનાવી ઘટના સ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું, જેમાંથી જાણવા મળ્યું હતું કે, ચોરીની ઘટનાને 3 વ્યક્તિએ અંજામ આપ્યો હતો. પોલીસ ટીમે પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગોનું મેપિંગ કર્યું અને વિસ્તારમાં લગાવેલા તમામ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યા બાદ માનવ બાતમી અને ટેકનિકલ માધ્યમોની મદદથી મળેલી બાતમી અને માહિતીના આધારે એક પોલીસ ટીમ રાજસ્થાન મોકલવામાં આવી હતી.

જ્યાં કુશાલગઢ પોલીસ સ્ટેશનના એક્સટેન્શન વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ અને સરનામું રાકેશ કોમચંદ ડામોર, ઉંમર-24 વર્ષ, સરનામું:- કુશલગઢ, બાંસવાડા, રાજસ્થાન હોવાનું બહાર આવ્યું છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *