- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Railway Police Nabs 4 Men Preying On Passengers Of Luxury Trains Including Tejas, Rajdhani, Thieves Caught On CCTV Doing Crowd Art
સુરત20 મિનિટ પહેલા
- કૉપી લિંક
રેલવેમાં લક્ઝુરિયસ ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રીઓને ટાર્ગેટ કરતી ચોરી કરતી ચોકડી ગેંગને રેલ્વે પોલીસે ઝડપી પાડી છે. તેજસ રાજધાની ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની રેલ્વે સ્ટેશન પર નજર ચૂકવીને તેમને ભીડનો શિકાર બનાવી ગેંગ ચોરી કરતી હતી. રેલવે વડોદરા પોલીસ યુનિટે ચોકડી ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી 50 હજારની રોકડ કબજે કરી છે. તેમજ સુરત રેલ્વે પોલીસના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ચોકડી ગેંગે કરેલી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ગેંગ મુસાફરની ઘેરીને તેને ધક્કામુકી કરી ભીડનું શિકાર બનાવતી અને પછી એક વ્યક્તિ નજર ચૂકવીએ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા હતા.
હવે લકઝુરિયસ ટ્રેનના યાત્રીઓ સુરક્ષિત નથી!
લક્ઝુરિયસ ટ્રેનોમાં મુસાફરી કરનાર યાત્રીઓ પણ હવે સુરક્ષિત રહ્યા નથી. ચોરોની કેટલીક ગેંગ લક્ઝુરિયસ ટ્રેનોમાં મુસાફરી કરનાર મુસાફરોને ટાર્ગેટ કરી તેમની સાથે ચોરીઓ કરી રહી છે. આવી જ એક ચોકડી ગેંગ વડોદરા રેલવે યુનિટે ઝડપી પડી છે.સુરત રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે. આ દરમિયાન મુસાફરોના સમાન તેમજ રોકડ રકમ ચોરી થવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હતી. ત્યારે રેલવે પોલીસે બાતમીના આધારે સઈદખાન ઉર્ફે આસિફ ઉર્ફે ચૂહા નજીરખાન પઠાણ ,સેહજાદઅલી ઉર્ફે રાજા સૈયદ અલી સૈયદ, તાલીફ ઉર્ફે મસાલા રૂબાબ મન્સૂરી, અને ધર્મેન્દ્ર ઉર્ફે ધમુ સજ્જન ખલસેને રેલવે પોલીસ વડોદરા યુનિટે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોરી કરનાર ગેંગ ચોકડી ગેંગથી પ્રખ્યાત
પોલીસે ઝડપી પડેલા ચારેય આરોપીઓ પાસેથી 50 હજારની રોકડ કબજે કરી હતી. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ રેલવે સ્ટેશન પર ચોકડી ગેંગ તરીકે ઓળખાઈ રહી છે. જેમાં ચાર આરોપીઓની આ ગેંગ સાથે મળીને મુસાફરો સાથે ચોરીને અંજામ આપે છે. એટલું જ નહીં, ચોકડી ગેંગ લક્ઝુરિયસ ટ્રેનો જેવી કે રાજધાની, તેજસ, જેવી ટ્રેનોમાં મુસાફરી કરનાર મુસાફરોને જ ખાસ ટાર્ગેટ કરે છે.
તેજસ ટ્રેનમાં મુસાફર સાથે કરાઈ ચોરી
ગત 25 જુલાઈના રોજ આરોપીઓએ સાથે સુરત રેલવે સ્ટેશન પ્લેટ ફોર્મ નબર 1 ઉપરથી દિલ્હી તરફ જતી તેજસ રાજધાની ટ્રેનમાં ચડતા એક પેસેન્જરના ખિસ્સામાંથી રૂપિયા ચોરી કરી લીધા હતા. આ મામલે પોલીસે તપાસ કરતા ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ આ ઘટના કેદ થઇ હતી. તેમજ પોલીસ તપાસમાં સુરત રેલ્વે પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો.
સુરતમાં ફરિયાદ નોંધાઈ હતી
ડી.એચ ગોરે જણાવ્યું હતું કે, તેજસ રાજધાની ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને આજે ટાર્ગેટ કરે છે. સુરતમાંથી પણ આવી એક ફરિયાદ નોંધાઇ હતી.આ ગેંગ ચોકડી ગેંગ તરીકે ઓળખાય છે. સુરતમાં તેજસ રાજધાની ટ્રેનમાં મુસાફરી કરતા એક પેસેન્જરના ખિસ્સામાંથી 50 હજારની રોકડ ચોરી થઇ હોવાની ફરિયાદ રેલવે પોલીસ મથકમાં નોંધાયા બાદ બનાવને લઈને પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 4 આરોપીઓની આ ગેંગ જણાઈ આવતા તેમને ઝડપી પાડ્યા છે. તેઓની પાસેથી ચોરીના 50 હજાર રોકડ પણ કબજે કરી છે.
ગેંગ લકઝુરિયસ મુસાફરોને ભીડનો શિકાર બનાવી ચોરી કરતી
ગોરે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે ચારેય ભેગા થઈને આવે છે. તેઓ રાજધાની એક્સપ્રેસ, તેજસ, જેવી લક્ઝુરિયસ ટ્રેનમાં મુસાફરી કરતા શ્રીમંત દેખાતા મુસાફરોને જ ટાર્ગેટ કરે છે. પહેલા ગેંગના 3 સભ્યો આવા મુસાફર સાથે ટક્કર મારી, ધક્કામુકીનો શિકાર બનાવે છે અને તેનું ધ્યાન ભટકાવે છે. બાદમાં 1 વ્યક્તિ નજર ચૂકવીને ચોરી કરી ચારેય આરોપી ફરાર થઈ જાય છે.
.