‘તું મારી સાથે છૂટાછેડા લઈશ તો તને અને તારા ભાઈને તલવારથી મારી નાખીશ’; યુવતીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી | ‘If you divorce me, I will kill you and your brother with the sword’; The girl filed a complaint at Kagdapith police station

Spread the love

અમદાવાદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં રહેતી એક યુવતીએ લગ્નના 6 મહિના બાદ પતિ દારૂ પીતો હોવાથી પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી હતી. જેને લઇને પતિ ગુસ્સે ભરાયો હતો. પતિએ પત્નીના ઘરની બહાર આવી ગાળો આપી હતી. આ ઉપરાંત પતિએ પત્નીને ગાળો આપી હતી તથા છૂટાછેડા આપશે તો તલવાર લઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે યુવતીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ભુલાભાઈ પાર્ક પાસે રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, તેના લગ્ન 8 ફેબ્રુઆરી 2022ના રોજ મહેન્દ્ર પરમાર સાથે થયા હતા. જેની સાથે તે બાપુનગર ખાતે રહેતા હતા. લગ્નના છ મહિના સુધી લગ્નજીવન સારું ચાલ્યું હતું. ત્યાર બાદ પતિ મહેન્દ્ર દારૂ પીતો હોવાથી યુવતી પિયરમાં જતી રહી હતી. યુવતીએ પતિ સાથે છૂટાછેડા લેવા માટે અરજી પણ આપી હતી.

ગઈકાલે યુવતી બપોરના ત્રણેક વાગ્યે તેના ઘરે હતી. ત્યારે તેનો પતિ મહેન્દ્ર ઘર આગળ આવ્યો હતો અને જેમ ફાવે તેમ ગંદી ગાળો આપતો હતો. આ દરમિયાન યુવતીનો ભાઈ છોડવવા વચ્ચે પડતા મહેન્દ્રએ યુવતીના ભાઈને પણ ગાળો આપી હતી. યુવતીને ધમકી આપતા કહ્યું, જો તું મારી સાથે છૂટાછેડા લઈશ તો હું તને અને તારા ભાઈને તલવાર લઈ જાનથી મારી નાખીશ. યુવતીએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ તેનો પતિ ત્યાંથી ભાગી ગયો હતો. સમગ્ર મામલે યુવતીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *