તાપી (વ્યારા)44 મિનિટ પહેલા
- કૉપી લિંક
ફાઈલ ફોટો
તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં અવાર નવાર લગ્નજીવનને ટકાવી રાખવા 181 હેલ્પલાઇન પાસે મહિલો મદદ લેતા હોય છે. ત્યારે મહિલાઓની આશાને ખરેખર એક નવી દિશા અને નવું જીવન મળતું હોઈ છે.
આવો જ એક બનાવ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના અંતરિયાળ ગામે રેહતા પરિણીતાના ભાઈ દ્વારા 181 હેલ્પલાઇન પર કોલ કરી જણાવવામાં આવ્યું હતું કે, તેઓ ઉચ્છલ તાલુકામાં આંતરિયાળ વિસ્તારમાં રહે છે. તેમના બેનને ગુજરાતી બોલતા આવડતું નથી. તે પોતાની લોકલ ભાષામાં બોલી શકે છે. હાલ લગ્નને 2 માસ થયાં છે અને પરિણીતાના પતિ અને સાસરી પક્ષવાળા બેનને રાખવાની ના પાડે છે. જેથી સમજાવવા મદદની જરૂર છે.
મળતી માહિતી મુજબ કોલ મળતા 181 ટીમ સ્થળ ઉપર પહોંચી પીડિત મહિલા સાથે તેમની લોકલ ભાષામાં વાત કરી તમામ હકીકત જાણવા મળી કે, લગ્નને બે માસ થયાં છે, પતિ સુરતમા ટ્રક ડ્રાઈવરનું કામ કરે છે. તેમનું રહેવાનું ત્યાં જ છે, લગ્ન પછી પંદર દિવસ રહીને ગયા ત્યારબાદ થોડા થોડા સમયે ઘરે આવવા જવાનું હતું. હાલ અઠવાડિયા પહેલાં ઘરે આવીને પીડિતાને પિયરમાં મળવા માટેનું કહીને લઈ ગયા અને ત્યાં જઈને તેને મૂકીને આવતા રહ્યા અને જણાવ્યું કે હવે તે તેમની સાથે આગળ રહેવા માંગતા નથી. પરિવાર દ્વારા સમાજમાં પંચ દ્વારા બેઠક કરી તો તેમને કારણ જણાવ્યું કે પીડિતા તેમને ગમતી નથી અને તેના મોં ઉપર ખીલ છે, ગુજરાતી બોલતા નથી આવડતું, ઉંમરમાં મોટી છે. જેથી હવે સાથે રહેવા માંગતા નથી. તમામ હકીકત જાણી સ્થળ પરથી પીડિતાની સાસરીમાં જઈ પરિવાર તેમજ પીડિતાના પતિનું કાઉન્સેલિંગ કર્યું. સમજાવ્યા કે બેનના મોં પર ખીલ છે જે માટે તેઓ ચામડીના ડોક્ટર પાસે યોગ્ય સારવાર કરાવી શકાય. તેમજ ધીમે ધીમે પરિવાર સાથે તેઓ ગુજરાતી પણ બોલતા શીખી જશે. જે વિશે સમજાવી કાયદાકીય સમજ આપી તેમજ પોલીસ કાર્યવાહી વિશે સમજ આપી બંને પક્ષે સમજાવી સમાધાન કરાવ્યું હતુ. હાલ પીડિતા પરિવાર સાથે સાસરીમાં રહે છે, આથી 181 ટીમ તાપી દ્વારા તૂટતો પરિવાર બચાવાયો.