ટમેટાના ભાવ લાલચોળ બજારમાં રૂપિયા 250ના કિલો વેચાયા | The price of tomato was sold at Rs 250 per kg in Lalchola market

Spread the love

જૂનાગઢ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા, લોકોની મુશ્કેલી વધી

જૂનાગઢ શહેરમાં શાકભાજીના ભાવે સદી ફટકારી છે. મોટાભાગના શાકભાજીનો ભાવ 200ની ઉપર પહોંચ્યો છે. ખાસ કરીને ટમેટાના ભાવ લાલચોળ થયા છે. બજારમાં કિલોના ભાવ 250 નોંધાયા છે. યાર્ડથી બજારમાં પહોંચતા ભાવ ડબલ થઇ જાય છે. આમ,શાકભાજીમાં પણ લોકોને કારમી મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. શાકભાજીના ભાવમાં થતા સતત વધારાના કારણે સેંકડો ગૃહિણીઓ કઠોળનો વધુ ઉપયોગ કરતી થઇ ગઇ છે.

હાલ બજારમાં મળતા શાકભાજીનો કિલોનો ભાવ 100 થી લઇને 180 રૂપિયા સુધી પહોંચ્યો છે. સાથે કોથમીર અને આદુનો ભાવ કિલોનો 300 રૂપિયા થયો છે. ત્યારે ભાવ આસમાને પહોંચ્યો હોય મધ્યમ વર્ગિય પરિવારોમાં દેકારો બોલી ગયો છે. ટમેટાનો કીલોનો 250 રૂપિયાનો ભાવ સાંભળીને ટમેટા ખરીદવા આવેલી ગૃહિણીઓના ચહેરા ટમેટા કરતા પણ લાલ થઇ જાય છે.

મરચાં કરતા તેનો ભાવ વધુ તીખો લાગી રહ્યો છે. ગુજરાતી થાળીની ઓળખાણ દાળ,ભાત છે. દાળ,ભાત વગર ગુજરાતીઓનું ભોજન અઘુરૂં ગણાય છે. જ્યારે દાળમાં ઉપયોગમાં લેવાતા ધાણા (કોથમીર) અને આદુના ભાવ આસમાને પહોંચી કિલોનો ભાવ 300 રૂપિયે પહોંચતા અનેક મધ્યમ વર્ગિય પરિવારોની ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

હવે અનેક પરિવારનો ગુજરાતી થાળીમાંથી દાળ,ભાત કેન્સલ કરવા પડે તેવી સ્થિતી આવી ગઇ છે. તેમજ સલાડમાંથી પણ ટમેટાની બાદબાકી જોવા મળી રહી છે. આમ, શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખોરાકમાં કઠોળનો ઉપયોગ વધવા લાગ્યો છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *