મોરબી24 મિનિટ પહેલા
- કૉપી લિંક
- મોરબીના ટિંબડીના પાટિયા પાસે બની ઘટના
- ખાસ ફોર્મવાળું પાણી છાંટી ફાયરે સ્થિતિ સંભાળી
મોરબી માળિયા હાઇવે પર આવેલા નજીક ટીંબડી ગામનાં પાટિયા પાસે સોમવારે વહેલી સવારે જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી ગયું અને તેના કારણે રોડ ઉપર કેમિકલ ઢોળાવા લાગ્યું હતું. કેમિકલ અત્યંત જ્વલંન શીલ હોવાથી આસપાસ નીકળતા વાહન ચાલકોને આંખમાં બળતરા થવા લાગી હતી.નોંધનીય છે કે આ કેમિકલ પ્રમાણમાં જલદ ગણાય છે અને તેની અસર શરીર તેમજ આંખમાં થાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે અને શરીર પર ચામડીને પણ નુકસાન કર્તા છે. આથી આ કેમિકલ લોકોને વધુ પરેશાન કરે તે પહેલાં કંપનીનો સ્ટાફ દોડી આવ્યો હતો અને લીકેજ સોલ્વ કરી નાખ્યું હતું તેમજ ટેન્કર ખસેડી લીધું હતું.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે જ્વલનશીલ કેમિકલ ઉપર પાણીનો મારો ચાલવીને દુર્ઘટના અટકાવી હતી. મોરબી નજીક ટીંબડી પાટિયા પાસે કચ્છના ભચાઉ તરફ જઈ રહેલું એનિલિક નામના જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર ઓચિંતુ પલ્ટી મારી ગયું હતું અને આ ખતરનાક જ્વલનશીલ કેમિકલ રોડ ઉપર ઢોળાયું હતું.
આ કેમિકલ એટલું બધું જ્વલનશીલ અને ખતરનાક હોય છે કે નજીક જો કોઇ જાય તો લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે અને શરીરને આ કેમિકલ ભારે અસર પહોંચાડે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે દોડી જઈને ઢોળાયેલા કેમિકલ ઉપર પાણીનો મારો ચલાવીને એની ગંધક મિટાવી દીધી હતી. ત્યારબાદ એ કંપનીના સ્ટાફે આવીને ટેન્કરનું લીકેજ સોલ્વ કરીને કેમિકલ ઢોળાતા અટકાવ્યું હતું અને ટેન્કરનું શિફીટિંગ કરી લઈ ગયા હતા.
.