સુરેન્દ્રનગર25 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટડી પોલીસ મથકના ઉપરના ભાગે રૂમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રેતીની જરૂરિયાત થતા રેતી મંગાવાઇ હતી. આ દરમિયાન રેતી ભરેલું વાહન પોલીસ સ્ટેશનના દરવાજા પાસે આવતા ગરનાળુ અચાનક તુટી ગયુ હતુ. જે અંગે ચાર દિવસ વિતવા છતાં તંત્ર દ્વારા એનું સમારકામ હાથ ન ધરાતા પોલીસ સ્ટાફ તથા અરજદાર હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વરસાદી પાણીના નિકાલ માટે ચોમાસું ગટર પાટડી પોલીસ મથકના દરવાજા પાસેથી પસાર થતા ત્યાં ગરનાળુ બનાવવામાં આવ્યું હતુ. પાટડી પોલીસ મથકના ઉપરના ભાગે હાલ રૂમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રેતીની જરૂરિયાત ઉભી થતાં રેતી મંગાવાઇ હતી.ત્યારે રેતી ભરેલુ વાહન વર્ષો જૂના ગરનાળાની ઉપર આવતા ગરનાળુ ઓચિંતુ તૂટી ગયુ હતુ અને મોટો ભુવો પડ્યો હતો. છેલ્લા ચારેક દિવસની નાળુ તૂટી જવાથી પોલીસ સ્ટાફ તથા અહી આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
એટલું જ નહીં ઉચ્ચ અધિકારીની કાર પણ નાળામાં ફસાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે નાળાનુ સમારકામ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યુ છે. હાલ તો પાટડી પોલીસ મથકે જવાના મુખ્ય રસ્તાનું નાળુ બેસી જતા લોકોની સાથે પોલીસ સ્ટાફને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે.