મહેસાણા4 કલાક પહેલા
- કૉપી લિંક
જોટાણા ખાતે આવેલા કપાસિયા બજારમાં આવેલ ગેસ એજન્સી અને છૂટક સોના ચાંદીના વ્યાપર કરતા દુકાનદારને ત્યાં લાઈટર ખરીદવા આવેલા અજાણ્યા બે ઈસમો સોનાની વીંટી ખરીદવાની છે એમ કહી દુકાનદારને વાતોમાં ભોળવી થેલીમાં ભરેલ સોનાની વિટીઓની ઉઠાત્તરી કરી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર મામલે સાંથલ પોલીસમાં અજાણ્યા બે ઈસમો સામે ફરિયાદ નોંધાઇ છે.
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ મંગલમૂર્તિ ટાઉનશીપ ખાતે રહેતા ભરતભાઈ પટેલ જોટાણા ખાતે કપાસિયા બજારમાં ગેસ એજન્સીની દુકાન ચલાવે છે.તેમજ દુકાનમાં નાની મોટી સોના ચાંદીની વસ્તુઓ પણ વેચાણ કરતા હતા.જ્યાં આજે તેઓ દુકાન પર હાજર હતા.એ દરમિયાન અજાણ્યા હે હિંદી ભાસી ઈસમો દુકાને આવી લાઈટર માંગતા ફરિયાદીએ લાઇટર વેચાતું આપ્યું હતું
બાદમાં એક ઇસમે સોનાનું પેન્ડલ માંગતા ફરિયાદીએ પોતાન પૈસા મુકવામાં આવતા ખાના મુકેલ અલગ અલગ પેન્ડલ તેઓને બતાવ્યા હતા.આમ આ પેન્ડલ નાનું મોટુ છે એમ કહી દુકાનદારને વાતોમાં ભોળવ્યો હતો.ત્યારબાદ ગ્રાહક બની આવેલા ઠગે મારે 18 વર્ષની છોકરી માટે બુટ્ટી બતાવો એમ કહેતા વ્યાપરી દુકાનના બીજા રૂમમાં આવી ને સોનાની બુટી ભરેલ થેલી લાવી આવી ઠગોને બુટ્ટી બતાવી હતી.
ત્યારબાદ વાતોમાં ઉલઝાવી વિટીઓ ભરેલી એક થેલી એક ઈસમેં પોતાની પાસે રાખી લીધી હતી.ત્યારબાદ ગ્રાહક બની આવેલા ઠગોએ કહ્યું કે મારે સ્ટોન વાળી બુટ્ટી નથી જોઈતી મારી પત્ની નજીકમાં શાક લઈ રહી છે તેણે અહીં લઇ આવું છું.એમ કહી અજાણ્યા બે ઇસમમો ફરાર થાઇ ગયા હતા.
સમગ્ર મામલે દુકાનદાર પોતાની દુકાનમાં દાગીના ભરેલ થેલીઓ તપાસ કરતા સોનાની વિટીઓ ભરેલ ઠેલી જણાઈ આવી નહોતી આમ થેલીમાં રહેલ અલગ અલગ 25 વિટીઓ કિંમત 5 લાખ ની સોનાની વિટીઓ ની ઉઠાત્તરી કરી અજાણ્યા બે ઈસમો રફુચક્કર થઈ જતા.સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.