પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક
ચાણસ્મા તાલુકાનાં લણવા ગામે આવેલા બસ સ્ટેન્ડ પાસેથી પાટણ એલ.સી.બી પોલીસે પાંચ શખ્સો પૈકી ચાર જણાને રૂા. 25,000ની દેશી બનાવટનો તમંચો તથા રૂા.100નું એક ખાલી મેગ્ઝીન, રૂા.300નાં 6 નાના જીવતા કારતુસ અને રૂા. એક લાખની સેન્ટ્રો કાર, રૂ।. 15,000નાં ત્રણ મોબાઇલ મળી ફુલે રૂા. 1,40,400નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે એક શખ્સ મળ્યો નહોતો.
આ અંગેની વિગતો એવી છે કે, પાટણ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે, જનક સેન્ટ્રો કાર નં. એમએચ.02.એનએ-4744માં મધ્યપ્રદેશ ખાતેથી ગેરકાયદેસર અને લાયસન્સ વગરનો તમંચો લઇને રાધનપુર તરફ જવા નિકળ્યો છે, જે બાતમી આધારે પોલીસને ચાણસ્મા તાલુકાનાં લણવા ગામે બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી ત્યારે ઉપરોક્ત સેન્ટ્રો કાર નિકળતા તેને ઉભી રખાવતાં તેમાં બેઠેલા ચાર શખ્સોને નીચે ઉતારી કારની તલાશી લીધી હતી. જે દરમ્યાન જનક જોશી રે. રાધનપુર વાળાની ઝડપી કરતાં તેની તેની લેગીનાં ખીસામાંથી મળેલી એક પ્લાસ્ટિક થેલીમાંથી 6 જીવતા કારતુસ અને ફોન મળ્યો ગાડીમાં બેઠેલા કરશન ઠાકોર રે. રાધનપુર વાળાની પાસેથી મોબાઇલ મળ્યો હતો.
તેના હાથે પાટો બાંધેલો હોવાથી પોલીસે પૂછતાં તે 22 દિવસ પૂર્વે પડી ગયો હતો તેથી તેને ફ્રેકચર થયું હોવાનું જણાવ્યું હતું. ગાડીમાં બેઠેલા ચોથા શખ્સ મોતીભાઈ પિતાંબરભાઈ પરમારની ઝડપી કરતાં તેની પાસેથી મોબાઈલ મળ્યો હતો.
પોલીસે આ શસ્ત્રોનું પંચનામું કર્યું હતું. પોલીસે આ શખ્સોને આ તમંચો ક્યાંથી અને શા માટે લાવ્યા ને અંગે પૂછતાં તેઓ તમંચો મધ્યપ્રદેશનાં મનાવર ખાતેથી થી સુનીલ જ્યંતિભાઈ ઠાકોર રે. રાધનપુર હાલ. રે. મધ્યપ્રદેશવાળાએ તેને લાવી આપ્યો હતો. જનક જોશીએ જણાવ્યું કે, તેને જમીન વિવાદ ચાલતો હોવાથીને તેનાં જીવને જોખમ હોવાથી તેનાં ઉપયોગ માટે આ હથિયાર લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે આર્મ એક્ટ મુબજ ગુનો નોંધ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં જનકુમાર વિષ્ણુભાઈ જોશી રે. ગોગાશેરી, રાધનપુર, સુરેશ જયશંકર રાવલ રે, બાલાપર,, તા. જામકંડોરણા, રાજકોટ, હાલ રે. દેહી, છાત્રાવાસ, તા. દેહી, જિ ઘારા, મધ્યપ્રદેશ, કરશનભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર રે.જયહિંદ ટોકીઝ પાછળ, રાધનપુર, તથા મોતીભાઇ પિતાંબરભાઇ પરમાર રે. જુના પોરાણા, રંગપુરા, તા. રાધનપુરનો સમાવેશ થાય છે. જયારે સુનિલ જયંતિભાઇ ઠાકોર રે. રાધનપુર હાલ રે. દેહી છાત્રાવાસ, દેહી, ધાર મધ્યપ્રદેશ મળી આવ્યો નહોતો.