ગોધરા40 મિનિટ પહેલા
- કૉપી લિંક
- વર્ષ 2019માં PHDના અભ્યાસક્રમની શરૂઆત કરાઇ
- 850 વિદ્યાર્થીઓ PHD કરતા ગુજરાતની ચોથી નંબરની યુનિવર્સીર્ટી
ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ દ્વારા વર્ષ 2015માં પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા તથા વડોદરા ગ્રામ્યની મળીને 91 કોલેજોના 67 હજાર વિદ્યાર્થીઓ ગુજરાત યુનિ.માંથી છુટા પાડીને ગોધરામાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ કુલપતિનો કાર્યકાળ પુર્ણ થતા પ્રતાપસિંહ ચાૈહાણની યુનિ.ના કુલપતિ તરીકે પસંદગી કરવામાં આવી હતી. કુલપતિનું પદ ગ્રહણ કરતા યુનિ.ને નવી ઉચાઇ પર લઇ જવાની ઇચ્છા સાથે યુનિ.ના અન્ય સંસ્થાઓ સાથે એમઓયુ સહિતની અન્ય કામગીરી કરી હતી.
ત્યાર બાદ યુનિ.માં PHDનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી રજુઆતો કરી PHDના અભ્યાસ ક્રમની મંજુરી વર્ષ 2019માં મેળવી 165 વિદ્યાર્થીઓ સાથે PHDની પ્રથમ બેચ શરૂ કરી હતી. ત્યાર બાદ દર વર્ષે PHDના અભ્યાસ માટેની પ્રક્રીયા કરાતા હાલ 850 વિદ્યાર્થીઓ સાથે PHDમાં અભ્યાસ માટેની ગુજરાતના ચોથા નંબરની યુનિવર્સીટી બની છે.
યુનિ. દ્વારા વર્ષ 2019ની PHDની પ્રથમ બેચના વિદ્યાર્થીઓએ નક્કી કરેલા વિષય પર રીસર્ચ પૂર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે વાયવાનું આયોજન યુનિ. દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમા લો વિભાગના 1, ઈકોનોમિક્સ 1, એકાઉન્ટ 2, કોમર્સ 1, એજ્યુકેશન 2 મળી કુલ 7 વિધાર્થીઓ દ્વારા તા.19 જુલાઇ 2023ના રોજ વાયવા લેવાયા હતાં. જેમા તમામ 7 વિદ્યાર્થીઓના થીસીસ મંજુર થતા યુનિવર્સીટીના કુલપતિ પ્રતાપસિંહ ચાૈહાણના હસ્તે પીએચ.ડી ની ડીગ્રી આપવામાં આવી છે.
.