ગાંધીનગર કોર્પોરેશનની ઓફિસ બાદ ડોક્ટર હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં ગયા ને તસ્કરો સોના-ચાંદી-ડાયમંડનાં દાગીના ઉઠાવી ગયા | After the Gandhinagar corporation office, the doctor went on night shift to the hospital and the smugglers stole the gold-silver-diamond jewellery.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • After The Gandhinagar Corporation Office, The Doctor Went On Night Shift To The Hospital And The Smugglers Stole The Gold silver diamond Jewellery.

ગાંધીનગર39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરનાં સેક્ટર-2માં રહેતા ભાજપનાં વોર્ડ નંબર-9 ના કોર્પોરેટરનાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરો અંદરથી સોના ચાંદી-ડાયમંડનાં દાગીના, સ્માર્ટ ઘડિયાળો તેમજ લેપટોપ મળીને કુલ રૂ.5 લાખ 4 હજારનો મુદ્દામાલ ચોરીને પલાયન થઈ જતાં સેકટર-7 પોલીસ મથકના ચોપડે ફરીયાદ નોંધવામાં આવી છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર-9 વિસ્તારના ભાજપના કોર્પોરેટર ડો.સંકેત રમેશભાઈ પંચાસરાનાં બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર-2/એ પ્લોટ નંબર-1163/2 માં રહેતાં ભાજપના કોર્પોરેટર સંકેત પંચાસરા વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ કે.ડી હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પત્ની કિંજલબેન પણ અમદાવાદની વી.એસ. ડોકટર તરીકે ફરજ બજાવે છે. ડો.સંકેતનાં માતા-પિતા પાંચેક દિવસથી હરિદ્વારની તીર્થયાત્રાએ ગયા છે.

કોર્પોરેશનની ઓફિસથી સીધા હોસ્પિટલ ગયા હતા
ગત તા. 28મી જુલાઈના રોજ તેમના પત્ની નોકરીએ ગયા હતા. જ્યારે સાંજના સમયે ડો.સંકેત મકાનના મુખ્ય દરવાજાને લોક મારી ગાંધીનગર કોર્પોરેશનની ઓફીસ ખાતે ગયા હતા. જ્યાંથી રાત્રીના સીધા પોતાની નોકરી ઉપર જતાં રહ્યાં હતાં. ત્યારે ગઈકાલે સવારે નોકરીએથી પરત આવતાં ઘરનો મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તેમજ અંદરની જાળી તૂટેલી હાલતમાં જોઈ તેઓ ચોંકી ઉઠયા હતા.

ઘરમાંથી શું-શું ગાયબ થયું?
​​​​​​​બાદમાં તેમણે ઘરમાં જઈને તપાસ કરતાં​​​​​​​ ​​​​​​​બેડરૂમમાં તથા ભગવાનના રૂમમાં તથા ઉપરના પ્રથમ માળે બેડરૂમમાં રાખેલ લાકડાના કબાટ તથા લોખંડની ​​​​​​​જારીઓ ખુલ્લી હાલતમાં હતી. અને તમામ સરસામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. જેની જાણ થતાં જ તેમના પત્ની પણ ઘરે દોડી આવ્યા હતા. અને દંપતીએ વધુ તપાસ કરતા તસ્કરો એક સોનાની ડાયમંડ વાળી બે વીંટી, એક જોડ કાનમાં પહેરવાની સોનાની ડાયમંડ જડેલ બુટ્ટી), એક હાથમાં પહેરવાનું મોરની ડિઝાયનવાળું સોનાનું કડુ, આશરે પાંચ ગણપતિ તથા લક્ષ્મી માતાજીની ડિઝાઇનવાળા ચાંદીના સિક્કા, એક અંબાજી માતાજીની ચાંદીની મૂર્તી ચોરી ગયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *