ગાંધીનગરના ચંદ્રાલા પાટીયાથી કારમાંથી 11 હજારના 576 લીટર દેશી દારૃના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો, રૂ. 3.14 લાખના મુદ્દામાલ સાથે પાંચ સામે ગુનો દાખલ | A bootlegger was caught with 576 liters of country liquor worth Rs 11,000 from a car in Gandhinagar’s Chandrala Patiya, Rs. 3.14 lakh case against five with the issue

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Bootlegger Was Caught With 576 Liters Of Country Liquor Worth Rs 11,000 From A Car In Gandhinagar’s Chandrala Patiya, Rs. 3.14 Lakh Case Against Five With The Issue

ગાંધીનગર39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના ચંદ્રાલા પાટીયા રોડ પરથી એલસીબીએ પૂર્વ બાતમીના કારમાંથી 11 હજાર 560 ની કિંમતનો 576 દેશી દારૃના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કુલ રૂ. 3.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 ની ટીમ ચીલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ગાડી (નંબર GJ-09-BA-4883) માં દેશીદારૂ ભરી હિંમતનગર તરફથી ચિલોડા થઈ અમદાવાદ તરફ જનાર છે. જે હકીકત આધારે એલસીબીની ટીમે ચિલોડા તરફ જતા રોડ ઉપર ચંન્દ્રાલા પાટીયા પાસે વોચ ગોઠવી દેવાઈ હતી.

ત્યારે બાતમી મુજબની ગાડી હિંમતનગર તરફથી આવતા ઈશારો કરીને રોકી દેવામાં આવી હતી. બાદમાં ગાડીની તલાશી લેતાં અંદરથી 576 લીટર દેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે ગાડીના ચાલક અનોપસિંહ દલપતસિંહ સિસોદીયા (હાલ રહે. મહાદેવ મંદીરની બાજુમાં હંસપુરા ગામ, નરોડા, અમદાવાદ મુળ રહે. દાણા વિસ્તાર,જાવતું ગામ, તા.સરડા, જિ.ઉદેપુર, રાજસ્થાન) ની ધરપકડ કરી લેવામાં આવી હતી.

બાદમાં પોલીસે કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે કબુલાત કરેલી કે, પોતે નરોડા ખાતે રહેતો હોવાથી હંસપુરા ખાતે તેના શેઠ રધુનાથસિંહ ઉર્ફે રવિ રોડસિંહ રાઠોડે કહેલું કે વિરેન્દ્રસિંહ રંગુસિંહ રાઠોડ (રહે. આંબાવાડી, તલોદ), કાળુસિંહ રહેવરસિંહ ઝાલા તથા પલસિંહ ગુલાબસિંહ ઝાલા (બન્ને રહે. માવાની મુવાડી, તા.તલોદ) એ દેશી દારૃનો જથ્થો ભેગો કરી રાખ્યો છે.

આથી તેના શેઠની સૂચના મુજબ તે તલોદ પેટ્રોલ પમ્પ ગયો હતો. અને રઘુને ફોન કરતાં એક ઈસમ આવીને ગાડી લઈ જઈ દારૂ ભરીને આપી આપી ગયો હતો. જેનાં પગલે એલસીબીએ ઉક્ત તમામ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી દેશી દારૃનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ રૂ. 3.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *