ગાંધીનગરના ચંદ્રાલાથી હથિયારો સાથે ઝડપાયેલી ગેંગનો પાલનપુરના વેપારીને નકલી સોનું પધરાવી લૂંટવાનો પ્લાન હતો, ધંધામાં દેવું થઈ જતા કારસો રચ્યો | A gang caught with weapons from Chandrala in Gandhinagar had a plan to rob a businessman of Palanpur with fake gold.

Spread the love

ગાંધીનગર36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરનાં ચંદ્રાલા નાકા પોઈન્ટથી લકઝરી બસમાંથી બે પિસ્ટલ – નવ જીવતા કારતૂસ સાથે પાંચ શખ્સોની ગેંગને ચીલોડા પોલીસે ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં ગેંગનાં મુખ્ય સૂત્રધારને સોશિયલ મીડિયા થકી દિલ્હીના દુબે નામના ઈસમે નકલી સોનું પધરાવી વેપારીઓને લૂંટી લેવાની ટેકનીક શીખવાડી હતી. જેનાં આધારે વીડિયો કોલથી ચાર કિલો સોનાના બિસ્કીટ બતાવીને 10 ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી નકલી સોનાના બિસ્કીટ પધરાવી લૂંટી લેવાના ઈરાદે પાલનપુરનાં વેપારીને મળવા નીકળ્યા હતા. જો કે, એ પહેલા જ પોલીસે ગેંગને ઝડપી પાડી સમગ્ર પ્લાન પર પાણી ફેરવી દીધુ હતું.

ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઈન્ટથી વાહન ચેકીંગ દરમ્યાન ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ એસ અસારી સહીતની ટીમે બે પિસ્ટલ, નવ જીવતા કારતૂસ, નકલી સોનાના બિસ્કીટ સહિત કુલ રૂ. 59 હજાર 710 નાં મુદ્દામાલ સાથે મુસાફરનાં સ્વાંગમાં બેઠેલા પાંચ ઈસમોની ગેંગને ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા.

ચીલોડા પોલીસ મથકના પીઆઈ સહિતની ટીમ દ્વારા ત્રણ દિવસ અગાઉ વાહન ચેકીંગ દરમ્યાન ચંદ્રાલા નાકા પોઈન્ટથી હિંમતનગર તરફથી આવેલી બસના મુસાફરોના સામાનની તલાશી લેવામાં આવી રહી હતી. એ દરમ્યાન મધુસુદનસીંગ ઉર્ફે મોનુસીંગ હરવીંદસીંગ રાજપુત(ઠાકુર), આનંદપ્રકાશ ઉર્ફે ગુડ્ડુ શ્રીહરીહરનાથ મિશ્રા(બન્ને રહે. અકોડી ગામ થાણા વિધ્યાચલ, મિરજાપુર ઉત્તરપ્રદેશ), આશુતોષસિંહ ઉર્ફે દીપુ કુલ્લનસિઁહ રાજપુત (ઠાકુર), વિરેન્દ્રસિંહ પ્રેમબહાદુરસિંહ રાજપુત ઠાકુર અને બલરામ બિહારી યાદવ (ત્રણેય રહે. બિરોહી ગામ થાણા વિધ્યાચલ તા.જી.મિરજાપુર ઉત્તરપ્રદેશ) પાસેની ટ્રાવેલ્સ બેગ અને થેલાઓમાંથી પિસ્ટલ (માઉઝર) નંગ 2 કિંમત રૂપિયા 50 હજાર તથા જીવતા કારતુસ નંગ-9 કિંમત રૂપિયા- 900 તથા ચાર મોબાઈલ ફોન, સ્પ્રે તેમજ​​​​​​​ નકલી સોનાના ચાર બિસ્કીટ જપ્ત કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ અંગે ચીલોડા પોલીસ મથકના પીઆઈ અસારીએ જણાવ્યું હતું કે, પાંચેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. રિમાન્ડ દરમ્યાન ગેંગની પૂછતાંછમાં મુખ્ય સૂત્રધાર મધુસુદનસીંગ ઉર્ફે મોનુસીંગ હરવીંદસીંગ રાજપુત હોવાનું ખુલ્યું છે. જે લીઝનો ધંધો કરે છે. જેને ધંધામાં 50 લાખ જેટલું દેવું થઈ ગયું હતું. એટલે શોર્ટ કટમાં પૈસા કમાવવાનાં પેતરા શોધવા તેણે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.

એ દરમ્યાન તેણે ફેસબુક અને યુટ્યુબ ઉપર દિલ્હીના દુબે નામના ઈસમનાં સોનાના બિસ્કીટ બતાવતા વીડિયો જોયા હતા. જે પછી તેણે દિલ્હીના ઈસમ થકી નકલી સોનું પધરાવી વેપારીઓને લૂંટી લેવાની ટેકનીક શીખી હતી અને અસલી સોના જેવા દેખાતા નકલી સોનાના ચાર બિસ્કીટ મંગાવ્યા હતા. બાદમાં દિલ્હી અને મથુરામાં વેપારીઓને 10 ટકા ઓછા ભાવે સોનું પધરાવી દેવાનો કારસો રચ્યો હતો. પરંતુ તેને સફળતા મળી ન હતી.

બાદમાં દિલ્હીના દુબે નામના ઈસમ થકી પાલનપુરનાં પંકજ ગઢવી સાથે મધુસુદનસીંગે સંપર્ક કર્યો હતો. કેમ કે દુબે ફેસબુક અને યુટ્યુબ ઉપર સસ્તા ભાવે સોનું આપવાનાં વીડિયો અપલોડ કરતો રહેતો હતો. જેથી પાલનપુરનાં વેપારીએ પણ સોનું ખરીદવાનો રસ દાખવ્યો હતો. આથી મધુસુદનસીંગે વેપારીને વીડિયો કોલ કરીને 1 – 1 કિલોના સોનાના નકલી બિસ્કીટ બતાવ્યા હતા. પરંતુ વેપારીએ રૂબરૂમાં સોનાના બિસ્કીટ જોયા પછી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જેનાં પગલે મુખ્યસૂત્રધાર મધુસુદનસીંગે તેના ગામના એક ઈસમ પાસેથી હથિયારો – કારતૂસ લીધા હતા અને તેના ઉક્ત ચાર સાગરિતો સાથે પાલનપુર વેપારી પાસે જવા નિકળ્યા હતા. જ્યાં નકલી સોનું બતાવીને વેપારીને હથિયારની અણીએ લૂંટી લેવાનો પ્લાન હતી. જો કે, ચીલોડા પોલીસની સતર્કતાના કારણે ગેંગ મોટા ગુનાને અંજામ આપે એ પહેલાં જ ઝડપી લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *