- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- The Children Who Had Left The Previous Morning Did Not Return Even After Nightfall; The Next Day, The School Students Found The Bag Floating In The River, And Found Both Bodies
છોટા ઉદેપુર14 મિનિટ પહેલા
- કૉપી લિંક
છોટા ઉદેપુર જિલ્લાના દૂમાલી ગામની એની નદીમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા. આ બે બાળકો સ્કૂલે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને નાહવા ગયા. જ્યાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
છોટા ઉદેપુર જિલ્લાના તેજગઢની એ.એન. પંચોલી સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા બે બાળકો આકાશભાઈ સંજયભાઈ રાઠવા (ઉ.13 વર્ષ, રહે.રોજકુવા, તા.છોટા ઉદેપુર) અને સંદીભાઈ દિલીપભાઈ રાઠવા (ઉ.14 વર્ષ, રહે. અછેટા, તા. છોટા ઉદેપુર) ઘરેથી સ્કૂલે જવાનું કહીને નીકળ્યા હતા. તેઓ બંને સાંજ પડવા છતાં ઘરે પહોંચ્યા ન હતા. જેને લઇને બંને બાળકોના પરિવારજનો ચિંતામાં મૂકાઈ ગયા અને શોધખોળ હાથ ધરી હતી. આખીરાત શોધખોળ હાથ ધરી છતાં બાળકો મળ્યા ન હતા
આખરે આજે સવારે લગભગ 11 વાગ્યે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓએ નદીમાં બાળકોની બેગ જોતા પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોને જાણ થતાં જ તેઓ નદીએ પહોંચી બેગ જોતા પોતાના બાળકોની જ હોવાનું જણાતા છોટા ઉદેપુર ફાયર ફાઇટરને જાણ કરી હતી. ફાયર વિભાગે આવીને નદીમાં પોણો કલાક સુધી શોધખોળ કરતાં બંને બાળકોની લાશ મળી આવી હતી. આ અંગે છોટા ઉદેપુર પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.