સાબરકાંઠા (હિંમતનગર)14 મિનિટ પહેલા
- કૉપી લિંક
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકા ખેરીવાવ ગામનો હરણાવ નદીમાં યુવક ગઈ કાલે તણાઈ ગયો હતો. જેની લાશ શુક્રવારે સવારે 20 કલાક બાદ 11 વાગે ગામથી ત્રણ કિમી દૂર મળી હતી. ખેડબ્રહ્મા પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે ખેરીવાવ ગામનો 23 વર્ષીય યુવક વિપુલભાઈ અરવિંદભાઈ ખોખરીયા અને તેનો મિત્ર ગુરુવારે બપોરે 3 વાગેના સુમારે ખેરીવાવ પાસેથી પસાર થતી હરણાવ નદીમાં નાહવા પડ્યા હતા. તો ઉપરવાસમાં વરસાદને લઈને હરણાવ નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં વિપુલ તણાઈ ગયો હતો. જયારે તેનો મિત્ર બહાર નીકળી ગયો હતો.
બીજી તરફ નદીમાં યુવક તણાયા અંગે ખેડબ્રહ્મા ફાયર વિભાગ અને મામલતદારને જાણ કરી હતી. જેને લઈને ફાયર વિભાગ અને મામલતદાર ઘટના સ્થળે પહોચ્યા હતા. ત્યારબાદ ખેડબ્રહ્મા ફાયર વિભાગે હરણાવ નદીમાં તણાઈ ગયેલ યુવકની શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજ સુધી કામગીરી કરાઈ હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો.
શુક્રવારે સવારે ખેડબ્રહ્મા ફાયર બ્રિગેડે ખેરીવાવ પાસે પહોંચી ગયા હતા અને ફરીવાર શોધખોળ શરુ કરવામાં આવી હતી. જોકે આજે નદીમાં પાણીનો પ્રવાહમાં ઘટાડો થયો હતો. જેને લઈને 20 કલાક બાદ 11 વાગે હરણવા નદીમાં ગામથી ત્રણ કિમી દૂર 23 વર્ષીય વિપુલભાઈ ખોખરીયાની લાશ મળી હતી. ત્યારબાદ ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોચીને લાશને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પીટલમાં પીએમ માટે મોકલી આપી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકનો ફાઈલ ફોટો