ખૂનની કોશિશના આરોપીના જામીન રદ; કસ્ટડીમાં લેવા કોર્ટે હુકમ કર્યો | Bail canceled for accused of attempted murder: Court ordered to take him into custody

Spread the love

ગોધરા35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • ખૂનની કોશિશમાં જામીન લઈને ફરીથી તે જ પ્રકારનો ગુનો આચર્યો

ભાસ્કર ન્યૂઝ | ગોધરા ગોધરા શહેરમાં વર્ષ 2021માં 307ના ગુનાના આરોપી અનસ અબ્દુલ ગની બદામને પંચમહાલ જિલ્લાના સેન્સસ જજે શરતોને આધિન નિયમિત જામીન ઉપર મુક્ત કરેલ હતો. કોર્ટની શરતમાં આરોપી અનસ બદામને ફરીયાદ પક્ષના કોઈપણ સાક્ષીને ધાકધમકી આપવી નહી.

પરંતુ ગંભીર ગુના કરવા માટે ટેવાયેલા અનસ બદામ દ્વારા હાલમાં ફરીથી આવા જ પ્રકારનો ગંભીર ગુનો આચરીને ફરીથી 307ના ગુનામાં સંડોવતા ગોધરા ટાઉન પોલીસ સ્ટેશન બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર આર.કે.રાજપુત દ્વારા જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોર મારફતે વારંવાર ગુના કરવાની ટેવ વાળા આરોપી અનસ બદામને વર્ષ 2021ના ગુનામાં મળેલ જામીન રદ કરવા માટે પંચમહાલ જિલ્લાના એડી સેસનશ જજ પી એ માલવીયાની કોર્ટમાં અરજી કરી હતી.

જામીન રદ કરવાની અરજીની સુનાવણી દરમિયાન જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની દલીલો તથા હાલમાં વર્ષ 2023માં અનસ બદામ સામે નોંધાયેલી ખૂન કરવાની કોશિશની ફરિયાદમાં સેસન્શ કોર્ટ દ્વારા નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. જે હકીકત પણ રેકર્ડ ઉપર આવતા પંચમહાલ જિલ્લાના એડી સેસનશ જજ પી એ માલવીયા દ્વારા આરોપી અનસ બદામને વર્ષ 2021માં આપવામાં આવેલી જામીન રદ કરી દેવામાં આવેલ છે. અને આરોપીને કસ્ટડીમાં લેવાનો હુકમ કરવામાં આવેલ છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *