ખાણીપીણીની લારીઓમાં હલકી ગુણવત્તા અને મીસબ્રાન્ડેડના ખાદ્યચીજોનું વેચાણ કરતા 10 પેઢીઓને 2.35 લાખનો કરાયો દંડ | 2.35 lakh fined to 10 firms for selling substandard and misbranded food items in food trucks

Spread the love

પંચમહાલ (ગોધરા)25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા બસ સ્ટેશનથી બગીચાના વિસ્તારમાં આવેલ કુલ-18 ખાણીપીણીની લારીઓમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ખાણીપીણીની લારીઓમાંથી કુલ-4 શંકાસ્પદ નમુનાઓ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. આ સાથે તપાસ દરમ્યાન બિન આરોગ્યપ્રદ ક્લરવાળી ચટણીનો 60 લીટર, કલર 1.5 કિ.લો અને આજીનો મોટોનો 1 કિ.ગ્રાનો જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે. 3 લારીઓને ફુડ સેફ્ટી એકટ, રુલ્સ, રેગ્યુલેશન હેઠળ નોટીસ ફટકારવામાં આવી હતી. ખાણીપીણીની લારીઓમાં ચેકીંગથી વેપારીઓમાં ફેળસેલ કરવા અંગે ડર ફેલાયો છે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરાએ જણાવાયું છે.

હલકી ગુણવત્તા અને મીસબ્રાન્ડેડના ખાદ્યચીજોનું વેચાણ કરતા 10 પેઢીઓને 2.35 લાખનો કરાયો દંડ
પંચમહાલ જિલ્લામાં ખાદ્ય-ચીજોનો વ્યવસાય કરતા વેપારીઓ, પેઢીઓ દ્વારા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી હલકી કક્ષા અને મીસબ્રાન્ડેડ પ્રોડક્ટસનું વેચાણ કરતા હોવાના કિસ્સા સમયાંતરે તપાસ દરમ્યાન જોવા મળતા પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાદ્યચીજોના શંકાસ્પદ નમુનાઓ રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 10 ખાદ્ય ચીજો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડ રિપોર્ટ જાહેર થયેલા હતા. આથી નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરનાર દુકાનદારો, પેઢીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ પંચમહાલ જિલ્લાના ડેઝીગ્નેટેડ ઓફિસરની મંજુરી આદેશના આધારે એડજ્યુડીકેટીગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, ગોધરાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસો ચાલતા દંડનીય કાર્યવાહીના ભાગરુપે અત્રેના જિલ્લાની કુલ-10 પેઢીઓના નમુના સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ જાહેર થયેલા હોય નિવાસી અધિક કલેક્ટરએ તમામ પેઢીઓને કુલ મળી રૂપિયા 2.35 લાખની રકમનો દંડ કરવામાં આવેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *