છોટા ઉદેપુર36 મિનિટ પહેલા
- કૉપી લિંક
છોટા ઉદેપુર જિલ્લામાં ખજુરિયા ગામના ફૌજી જવાન ઇન્ડિયન આર્મીમાં 17 વર્ષની સેવા બજાવી નિવૃત્ત થઈને માદરે વતન પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લા ખજુરીયા ગામના ફૌજી જવાન અરવિંદભાઈ ગોવિંદભાઈ રાઠવા 22/7/2006 ના રોજ ઈન્ડિયન આર્મીમાં ભરતી થયા હતા અને 31/7/2023ના રોજ 17 વર્ષની સેવાઓ આપી ઈન્ડિયન આર્મીમાંથી સેવા નિવૃત થઇ આજરોજ છોટાઉદેપુર સર્કીટ હાઉસ ખાતે આવી પહોંચતા સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને છોટાઉદેપુર નગર પાલિકા સ્થિત શહિદ બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવીને સરઘસ સ્વરુપે વતન ખજુરીયા જવા રવાના થયા હતા.

ફૌજી જવાન અરવિંદભાઈ રાઠવાનાં સ્વાગત સન્માન કાર્યક્રમમાં સમાજના માધુભાઇ રાઠવા, વાલસિંગ રાઠવા, બુધ્ધીલાલ રાઠવા, અરવિંદ રાઠવા, પ્રવિણ રાઠવા, ઉર્મિલા નારણભાઈ રાઠવા સહિતના આગેવાનો તેમજ ખજુરીયા ગામ ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

