ખંભાળિયામાં લાંબા સમય બાદ કાયમી મામલતદાર મુકાયા; દોઢેક વર્ષથી રેગ્યુલર મામલતદારની જગ્યા ખાલી હતી | After a long time permanent officials were placed in Khambhali; The post of regular Mamlatdar was vacant for one and a half years

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • After A Long Time Permanent Officials Were Placed In Khambhali; The Post Of Regular Mamlatdar Was Vacant For One And A Half Years

દ્વારકા ખંભાળિયા29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ખંભાળિયામાં આવેલી મામલતદાર કચેરીમાં છેલ્લા દોઢેક વર્ષથી રેગ્યુલર મામલતદારની જગ્યા ખાલી હતી. અહીં સાતેક જેટલા મામલતદારો આ સમયગાળામાં બદલાઈ ગયા હોવાથી અહીં ઇન્ચાર્જથી ચાલતા વહીવટમાં અરજદારોને હાલાકી તેમજ અન્ય કામગીરી ખોરંભે પડતી હતી.

અહીંની કચેરીમાં બે-ત્રણ મહિને ઇન્ચાર્જ બદલતા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જે અંગે અહીંના આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆતો તેમજ અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને રજૂઆત કરવામાં આવતા તાજેતરમાં સમગ્ર રાજ્યમાં 61 જેટલા મામલતદારોની સામૂહિક બદલીમાં દ્વારકાના મામલતદાર વિક્રમભાઈ વરૂની નિમણૂક ખંભાળિયાના મામલતદાર તરીકે કરવામાં આવી છે. ઉત્સાહી અને યુવા મામલતદાર વિક્રમભાઈ વરુ મૂળ લાલપુર તાલુકાના નાંદુરી ગામના વતની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *