- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Khabardar Jamadar: If Someone Calls The DCP, Tell Them To Come To The PA With An Appointment, Why Should The Distance Between The Police And The Public Decrease?
એક કલાક પહેલા
- કૉપી લિંક
gnews24x7 તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે.
એક ડીસીપી આવતાની સાથે જ ચર્ચામાં આવ્યા
ઉચ્ચ પોલીસ અધિકારી કહે છે કે પોલીસ અને પબ્લિક વચ્ચે અંતર ઘટે પણ નવા ડીસીપીને ફોન કરો તો કહે છે PAને કહી એપોઇન્ટમેન્ટ લઈને આવજો. અમદાવાદમાં નવા પોલીસ અધિકારીઓએ પોતાનો નવો ચાર્જ સંભાળી લીધો છે. નવી જગ્યાએ કઈ રીતે કામગીરી કરવી એ અંગે તેઓને અનુભવ અને માર્ગદર્શન અધિકારીઓએ આપ્યું છે. એમાં પણ ખાસ કરીને ઉચ્ચ અધિકારીએ પબ્લિક અને પોલીસ વચ્ચે અંતર ઘટે તે માટે સમજાવ્યા છે, ત્યારે અમદાવાદ શહેરના એક ડીસીપી આવતાની સાથે જ ચર્ચામાં આવ્યા જ કારણ કે તેમને મળવા માટે ઘણા લોકોએ ફોન કર્યા તો તેઓ કહે છે કે, પહેલા મારા પીએસ સાથે વાત કરો અને એપોઇન્ટમેન્ટ લઈને મને મળવા આવવું હવે આ વ્યવસ્થા અમદાવાદ શહેરમાં અગાઉ પ્રચલિત ન હતી પણ નવા અધિકારીના વલણના કારણે તેઓ ચર્ચામાં છે અને તેઓ કઈ રીતે કામગીરી કરશે તેના મુદ્દે પણ વાતો થઈ રહી છે.
પડદા પાછળની કામગીરીની વિગત DCPને જ હોતી નથી
અમદાવાદ શહેરના એક ડીસીપીના સ્કવોર્ડમાં એક PSI એટલું બધું કામ કરે છે કે તેની જાણ ડીસીપીને પણ થવા દેતા નથી. આ PSI થોડા સમય પહેલા પૂર્વ વિસ્તારમાં એક વેપારીને મળવા ગયા હતા, ત્યારથી આ ચર્ચા શરૂ થઈ છે. ખરેખર ડીસીપી બહુ ભોળા છે. કારણ કે તેમને પોતાના સ્કવોર્ડના માણસો શું કરે છે, તેની કઈ ખબર જ હોતી નથી, અગાઉ પણ વિવાદમાં આવેલા આ PSI પોતાનું કામ મુજબ કરે છે અને જે કામ કોઈને ન ખબર પડે તે પણ છુપાવવામાં મહેર છે. ખરેખર આ PSIને ડીસીપી સ્કવોર્ડમાં નહીં પણ IBમાં હોય તો ખરેખર દેશ માટે સારું કામ કરી શકે છે. બીજી તરફ અગાઉ PI વહીવટદાર રાખતા હતા, ત્યારે હવે આ PSI પણ વહીવટદાર રાખે છે.
નવા સાહેબે મને બધું સંભાળવાનું કહી દીધું
અમદાવાદના એક ડીસીપી બહાર ગયા અને બહારથી બીજા અમદાવાદ આવ્યા પણ મધ ઉપર માખી બેસે, તેમ ખાનગી વહીવટદાર પોલીસ સ્ટેશનમાં આવીને ફાંકા મારવા લાગ્યો કે નવા સાહેબે મને બધું સંભાળવાનું કહી દીધું છે. અમદાવાદ શહેરમાંથી પણ IPS અધિકારીઓની બદલી થઈ, ત્યારે અધિકારીઓ છેલ્લે પોતાના પરિચિતને મળીને પોતાના નવી જગ્યાએ જઈ રહ્યા હતા, ત્યારે અમદાવાદ શહેરના એક ડીસીપી ગયા અને બીજા ડીસીપી તે જગ્યાએ હાજર થવાના બાકી હતા, ત્યારે આ વિસ્તારમાં ફરતો ખાનગી માણસ જે અલગ અલગ સ્પા અને અલગ-અલગ જગ્યાએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને ફરતો હતો. જે અગાઉના એક પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર માટે ચા પાણીની વ્યવસ્થા કરતો હતો અને એક કેફેમાં વિવાદમાં આવ્યા બાદ અચાનક ગાયબ થઈ ગયેલા ખાનગી માણસ બિલાડીની ટોપની જેમ ફરી પાછો આવી ગયો છે. જે હજી જૂના અધિકારીએ ચાલ છોડ્યો નથી, ત્યારે પોલીસ સ્ટેશનના સ્ટાફને કહેવા લાગ્યો કે નવા સાહેબ જોડે વાત થાય છે. દર 10 મિનિટે મને ફોન કરે છે અને કાલે હું જ અમને લેવા જવાનો છું. મને કીધું છે. બધી આવી વાતો કરીને પોલીસ સ્ટેશનના સ્ટાફ પર પ્રભાવ જમાવવા પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે નવા સાહેબ ખરેખર તેમને ઓળખે છે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે.
એક ડીસીપી જૂના ગુનેગારો પડછાયાની જેમ પાછળ રહ્યા
અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં અધિકારીની ફેરવેલ યોજાઈ દરેક જગ્યાએ અધિકારીના માનમાં અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે પ્રયાસ કર્યા હતા. તેમાં અમદાવાદ શહેરના એક ડીસીપીને વિદાય કરવામાં અમદાવાદ શહેરના જુના કુખ્યાત ગુનેગારો પણ પડછાયાની જેમ સાથે રહ્યા હતા અને તેના વીડિયો પણ સામે આવ્યા છે. જ્યારે એક જગ્યાએ તો વિદાય સમારંભમાં ડાયરા જેવી વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. જે પણ ઉડીને આંખે વળગે તેવી હતી. હવે નવા અધિકારીઓને પોતાના બનાવવા માટે અલગ અલગ માનસિકતા ધરાવતા લોકો અધિકારીઓની નજીક જવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
રાજકોટ પોલીસની છાપ સુધરી કે બગડી!
રાજકોટના કુવાડવા રોડ પર બાયોડીઝલના કાળા કારોબાર પર SMC એ કરેલા દરોડા બાદ પોલીસ કર્મચારીનું નામ ખુલતા તેની બદલી કરી દેવામાં આવ્યાના 12 કલાકમાં જ ક્રાઇમ બ્રાન્ચ PIની પણ જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ખાલી પડેલી જગ્યા માટે અધિકારીઓએ લોબિંગ શરૂ કરી દીધેલી છે. જેમાં કોઈએ ઉચ્ચ અધિકારીઓ તો કોઈએ રાજકીય ભલામણો લગાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ આ બધા વચ્ચે જોવા જઇએ તો પોલીસ વડા દ્વારા કરવામાં આવતી કાર્યવાહી ઉપરથી એક વાત સ્પષ્ટ થઇ રહી છે કે એક વર્ષ પૂર્વે બગડેલી રાજકોટ પોલીસની છાપ સુધરવાના બદલે વધુ બગડી રહી છે અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે.
સૌથી મોટી એજન્સીએ દરોડા પાડયા
રાજકોટ શહેર જિલ્લામાં એજન્સીએ કરેલા દારૂ તેમજ બાયોડિઝલના દરોડા બાદ પોલીસ વડા દ્વારા પોલીસ કર્મચારી તેમજ PI સામે કાર્યવાહી કરી તમામને જિલ્લા ફેર બદલી કરવામાં આવી છે. આ તમામની બદલી જાહેર હિતમાં કરવામાં આવી તેવું કહેવામાં આવ્યું, પરંતુ સૌ કોઈ જાણે છે કે બદલી શા માટે કરવામાં આવી… જાહેર હિત શું છે? દર્શાવવામાં નથી આવ્યું, પરંતુ સૌ કોઈ જાણે છે કે બદલી શા માટે કરવામાં આવી.. ત્યારે એજન્સીના દરોડા બાદ કાર્યવાહી પગલે પોલીસ બેડામાં એક ચર્ચા એવી ચાલી રહી છે કે રાજકોટ શહેર જિલ્લામાંથી બદલી કરાયેલા અધિકારીઓ જો કશું ખોટું કરતા હતા. તો ઉપલી અધિકારીને જાણ ન હતી કે પછી ગૃહ વિભાગ હર હમેંશની જેમ ઉપલી અધિકારીઓને છાવરી રહ્યું છે..?
સુરત પોલીસનું ન કરવાનું કામકાજ
સુરતમાં પોલીસની કામગીરી પણ વીમા કંપનીના કર્મચારીને આપવામાં આવતા ટાર્ગેટની જેમ થઈ રહી છે. સુરત પોલીસ બેડામાંથી મળેલી માહિતી મુજબ સુરતમાં દરેક પોલીસ સ્ટેશનને રોજ અમુક સંખ્યા સુધીના 151ના કેસ કરવાના હોય છે, ત્યારે પોલીસ દ્વારા આ ટાર્ગેટ પૂરો કરવા માટે સુરતના એક પોલીસ મથકનો સ્ટાફ તમામ હદ પાર કરી રહ્યો છે. કામ કાજ કરીને રસ્તા પરથી ઘરે જતા સામાન્ય નાગરિકોને કોઈપણ કારણ વગર જુદા જુદા પ્રકારના 151ની કલમના કેસ કરી કાર્યવાહી કરે છે. એટલું જ નહીં આ પોલીસમાં મથકના કર્મચારી સામાન્ય નાગરિકને 151માં પકડી તેમને છૂટવા માટેના પણ રૂપિયાની ઉઘરાણી કરે છે તેવી ચર્ચા છે. ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસ ઘણી જગ્યાએ ન કરવાની કામગીરી પણ કરે છે તેવી વાતો પોલીસ બેડામાં જ થાય છે.