‘કોઈ ગેરરીતિ કરશે તો છોડીશ નહીં, સુરક્ષા માટે જે પગલા લેવા પડે એ લઈશું, યુવાઓમાં ડ્રગ્સની સમસ્યાને નાબૂદ કરવા પ્રયાસ કરીશું’ | ‘I will not leave if someone commits wrongdoing, we will take necessary measures for traffic, security, we will try to eradicate the problem of drugs among the youth’

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • “I Will Not Leave If Someone Commits Wrongdoing, We Will Take Necessary Measures For Traffic, Security, We Will Try To Eradicate The Problem Of Drugs Among The Youth”

અમદાવાદ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકની નિમણૂક કરવામાં આવી છે. ઘણા સમયથી ખાલી પડેલી અમદાવાદ શહેર પોલીસ કમિશનરની જગ્યા ભરાતા હવે અમદાવાદ શહેરને કાયદો અને વ્યવસ્થા જાણવા નવી દિશા મળવાની છે. તેમાં પણ ખાસ કરીને ક્લીન અને કડક છબિ ધરાવતા પોલીસ કમિશનર મળ્યા બાદ તેઓ અમદાવાદ શહેરની કેટલીક સમસ્યાઓને દૂર કરવા માટે પ્રયત્નશીલ થયા છે. જે અંગે તેઓએ gnews24x7 સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પોલીસનું કામ સેવાનું છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને સુરક્ષાની જવાબદારીની સાથે ડ્રગ્સ અને અન્ય નશા ઉપર કાબૂ કરવા માટે પણ તૈયારી કરી દેવામાં આવી છે.

જી.એસ. મલિકની gnews24x7ની થયેલી વાત
DB:
અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર તરીકે તમારી નિમણૂક થયા બાદ તમારી પ્રાથમિકતા શું હશે?

CP: સરકારે મને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોંપી છે. અગાઉ પણ મેં અમદાવાદમાં કામ કર્યું છે એટલે અમદાવાદ વિશે હું જાણું છું. એક સમયે જ્યારે અમદાવાદમાં ગેંગ એક્ટિવ હતી ત્યારે પણ હું અમદાવાદમાં ફરજ બજાવતો હતો. હવે અમદાવાદમાં અલગ પ્રકારના પ્રશ્નો છે, કાયદો અને વ્યવસ્થા જાળવવી મારી પ્રાથમિકતા છે, અમે વધુ સારી વ્યવસ્થા થાય તે માટે પણ પ્રયાસ કરી રહ્યા છે

DB: શહેરમાં પોલીસ વિશે લોકોની જે માન્યતા છે તે વિશે તમારું શું માનવું છે ?

CP: પોલીસ સેવાનું માધ્યમ છે અને સેવાનું માધ્યમ જ હોવું જોઈએ. પોલીસ દરેક લોકોની મદદ કરી શકે તે માટે સતત પ્રયત્નશીલ હોવી જોઈએ. સામાન્ય વ્યક્તિને પોલીસ સુધી પહોંચવા માટે કોઈ અડચણ હોવી જોઈએ નહીં. દરેક વ્યક્તિ અને પોલીસ વચ્ચેનું અંતર ઘટે તે માટેના પ્રયાસો થવાના છે. જો કોઈ ગેરરીતિ કરશે કે ખોટું સામે આવશે તો તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.

DB: સામાન્ય લોકોને પોલીસ સુધી રજૂઆત કરવા માટે કઈ રીતની વ્યવસ્થા નવી હશે?

CP: અમદાવાદ શહેરમાં અલગ અલગ ઝોનના ડીસીપી છે, તેમની ઉપર સેક્ટર છે. જ્યારે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર પણ દિવસ-રાત સામાન્ય લોકોની મદદ માટે હોય છે તો દરેક વ્યક્તિ પોલીસ સ્ટેશન બાદ ડીસીપી અને ત્યારબાદ ઉચ્ચ સ્તરે જઈ શકે છે. જો દરેક નાગરિકને કોઈ પણ સમસ્યા હોય તો તે ઝોનના ડીસીપી પણ તેમને સાંભળે તેવું મારું માનવું છે. આગામી સમયમાં સામાન્ય લોકોના પોલીસ વચ્ચે કઈ રીતે અંતર ઘટાડી શકાય તે માટેના વધુ પ્રયાસ થશે

DB: શહેરમાં ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ વિશે તમારું શું માનવું છે?

CP: હું અગાઉ અમદાવાદ શહેરમાં હતો, ત્યારે અમદાવાદની વ્યવસ્થા અલગ હતી. એ સમયે અમદાવાદના પ્રશ્નો અલગ હતા અને અલગ અલગ ગેંગ, ગુનેગારો એક્ટિવ હતા. પરંતુ હવે અમદાવાદ ખૂબ મોટું થઈ રહ્યું છે અને તેનો વિસ્તાર પણ વધ્યો છે. હવે અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ અલગ રીતે છે જે માટે પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આગામી સમયમાં અમારી પ્રાથમિકતા ટ્રાફિક લોકોની સુરક્ષા અને સલામતીની હશે.

DB: અમદાવાદ CP તરીકે તમે કઈ રીતે કામ કરશો?

CP: સરકારે મને અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકેની જવાબદારી સોંપી છે જે માટેની તમામ જવાબદારી મારી પણ છે. અમદાવાદ શહેરને શાંતિ, સુરક્ષા અને ભયમુક્ત રહે તે માટે તમામ પ્રકારના પ્રયાસો અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવશે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગેરરીતિ ચાલવા દેવામાં આવશે નહીં. તેની સાથે યુવાઓ જેમને ડ્રગ્સને લગતી સમસ્યાઓ છે તેને પણ નાબૂદ કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.

કોણ છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક
જ્ઞાનેન્દ્રસિંહ મલિક ગુજરાત કેડરના 1993 બેચના IPS અધિકારી છે. તેઓ ઈયાણ રાજ્યના વતની છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી. ટેક કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. IPS તરીકે ગુજરાત કેડરમાં જોડાઇ તાલીમ બાદ તેઓ એએસપી તરીકે નિમણૂક પામ્યા હતા. તેમણે છ જિલ્લા (ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ અને કચ્છ)માં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવેલ છે, 4 રેન્જના વડા બોર્ડર, અમદાવાદ, વડોદરા અને સુરત રેન્જ) તરીકે સેવાઓ આપી છે. તેઓ કાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે તથા અમદાવાદ અને વડોદરા શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરાંત સીઆઈડી ક્રાઈમ, સીઆઈડી (ઈન્ટેલિજન્સ), ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો, પ્રોહિબીશન અને અબકારી વિભાગ જેવા એકમોમાં તથા ગૃહ વિભાગ, ગાંધીનગર ખાતે ગૃહ સચિવ તરીકે પણ ફરજ બજાવેલ છે.

પોરબંદરમાં ગુનાહિત ગેંગોને અંકુશીત કરી
જ્યારે 1990ના દાયકામાં પોરબંદરને ગુજરાતના શિકાગો તરીકે ઓળખવામાં આવતું હતું ત્યારે આ અધિકારીએ 1997-98માં પોરબંદર તરીકે ગેરકાયદેસર હથિયારોનો વિશાળ જથ્થો શોધી કાઢ્યો હતો, કુખ્યાત ગોડમધર સંતોકબેન જાડેજા સહિત કુખ્યાત અસામાજિક ટોળકીની પ્રવૃત્તિઓને તોડી પાડી હતી. 1998-2000માં સુરેન્દ્રનગરમાં તેમણે અસરકારક રીતે વિવિધ જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષોને નિયંત્રિત કર્યા હતા અને ઘણી ગુનાહિત ગેંગોને અંકુશીત કરી હતી. 2000-01માં અમદાવાદ ગ્રામ્યના એસપી તરીકે તેમણે ઓએનજીસીની પાઇપલાઇનમાં જમીન માફિયાઓ અને ઓઇલ ચોરી કરતી ગેંગના નેટવર્કને સંપૂર્ણ રીતે તોડી નાખ્યું હતું.

ડ્રગ્સના દુરુપયોગને અસરકારક રીતે નિયંત્રિત કર્યું
2001માં અમદાવાદ શહેરના ડીસીપી (ક્રાઇમ) તરીકે, તેમણે વહાબ ગેંગ સહિત વિવિધ કુખ્યાત ગેંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે તોડી પાડી હતી. દાઉદ ઇબ્રાહિમની ભૂતપૂર્વ સાથીદારના ટોચની ગેંગ તોડી પાડી હતી. 2002માં કોસોવો (યુગોસ્લાવિયા)માં સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં સેન્ટ્રલ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન યુનિટના એક ઉત્કૃષ્ટ અને સંપૂર્ણ વ્યાવસાયિક યુદ્ધ અપરાધ તપાસકર્તા તરીકે તેમના કાર્યની ખૂબ પ્રશંસા થઈ હતી. 2003-04માં ડીસીપી પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ, રાજકોટ ડિવિઝન તરીકે તેમણે માદક દ્રવ્યોના ઘણા કેસો શોધીને નાર્કોટિક્સ ડ્રગ્સના દુરુપયોગને અસરકારક રીતે નિયંત્રિત કર્યું હતું.

ઓઇલ ચોરીની ગેંગને સંપૂર્ણપણે તોડી પાડી
2004-06 થી ભરૂચના એસપી તરીકે તેમણે ઓન-શોર ઓઇલ ચોરીની ગેંગને સંપૂર્ણપણે તોડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમણે તે સમયે વોન્ટેડ ધારાસભ્ય છોટુભાઈ વસાવાની પણ ધરપકડ કરી હતી, અને તેને લગભગ બે મહિના જેલમાં ધકેલી તેની પ્રવૃત્તિઓ પર અંકુશ રાખ્યો હતો. તેમના પુત્ર મહેશભાઈ વસાવા, ધારાસભ્યની પણ એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

હૈદરાબાદથી રૂપિયા 2.36 કરોડની નકલી નોટો જપ્ત કરી
2007માં કચ્છના એસપી તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓએ પાકિસ્તાની સંસ્થા દ્વારા કચ્છ દરિયાકાંઠેથી પાકિસ્તાની ફિશિંગ બોટ દ્વારા નકલી નોટો, હથિયારો, દારૂગોળો વગેરે મધદરિયે ઇન્ડિયન બોટમાં હેરાફેરી કરવાની ગેરકાયદેસર દેશવિરોધી પ્રવૃત્તિ/ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. તેઓએ ISI સંસ્થા દ્વારા પાકિસ્તાનમાં છપાતી ભારતીય ચલણી નોટો (I)ના રાષ્ટ્રવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. તેમાં સંડોવાયેલ આરોપીઓની ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ દ્વારા આપવામાં આવેલ ઇન્પુટના આધારે આંધ્રપ્રદેશ પોલીસે હૈદરાબાદથી રૂપિયા 2.36 કરોડની નકલી
ભારતીય ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી.

બનાવટી વિઝા આપવાના રેકેટનો પર્દાફાશ કર્યો
2007-08માં બોર્ડર રેન્જના ડીઆઈજી તરીકેની ફરજ દરમિયાન તેઓએ પાકિસ્તાનથી કાર્યરત ગેંગ દ્વારા બનાવટી વિઝા આપવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 2010-11માં વડોદરા શહેરના અધિક પોલીસ કમિશનર તરીકે તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનના સનસનાટીભર્યા ત્રણ બોમ્બ બ્લાસ્ટ કેસોને શોધી કાઢવામાં અને કુખ્યાત મુકેશ હરજાણી ગેંગના નવ સભ્યની ધરપકડ કરવામાં અંગત રીતે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જૂથ અથડામણોને અસરકારક રીતે નિયંત્રિત કર્યા
2011-12માં અમદાવાદ રેન્જ ડીઆઈજી તરીકેની તેમની ફરજ દરમિયાન સાંપ્રદાયિક અને જૂથ અથડામણોને અસરકારક રીતે નિયંત્રિત કર્યા હતા. ઉપરાંત તેઓએ જમીન માફિયાઓ વિરૂદ્ધ પણ કડક કાયદેસરની કાર્યવાહી કરી અનેક ગેંગના સભ્યો સામે ગુના નોંધ્યા હતા. 2012-14માં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના સંયુક્ત/અધિક નિયામક તરીકે સરકારના ભ્રષ્ટ કર્મચારી/અધિકારીઓમાં ભય પેદા કરવામાં ખૂબ સફળ રહ્યા હતા. રાજ્યની આરટીઓ ચેકપોસ્ટ પર તેમની અસરકારક કાર્યવાહીના પરિણામ સ્વરૂપે સરકારની રેવન્યુમાં વધારો થયો છે.

14 નવા ટ્રાફિક પોલીસ સ્ટેશનની દરખાસ્તમાં મહત્વની ભૂમિકા
2014-16માં સચિવ (ગૃહ) તરીકે તેમણે નવા અભિગમના ભાગરૂપે અમદાવાદ શહેર માટે 14 નવા ટ્રાફિક પોલીસ સ્ટેશનની દખાસ્ત મંજૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1979ના સુધારા અધિનિયમની કમિટીનું પણ તેમણે નેતૃત્વ કર્યું હતું. 2016-17માં વડોદરા રેન્જના આઈજી તરીકે તેમણે પારૂલ યુનિવર્સિટીના ચેરમેન જયેશ પટેલના સૌથી સનસનાટીભર્યા બળાત્કારના કેસનું સુપરવિઝન કર્યું હતું, આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

2017-18માં IGP/ADGP તરીકે સુરત રેન્જમાં ફરજ
2017-18માં IGP/ADGP સુરત રેન્જ તરીકે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર બિનવારસી મૃતદેહોમાંથી ગુમ થયેલા વ્યક્તિઓને મેચ કરવા માટે ટેક્નોલોજીના ઉપયોગ સાથેની એક ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જે મોડલ ઉપર સમગ્ર રાજ્યમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ડીજીપી અને રાજ્ય સરકાર દ્વારા તેને બિરદાવવામાં આવ્યા હતા. તેમણે સુરત રેન્જમાં દારૂ માફિયાઓને અસરકારક રીતે નિયંત્રિત કર્યા અને દમણ વિસ્તારમાં પણ વિવિધ જગ્યાઓએ દરોડા પાડ્યા હતા.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *