કોંગ્રેસનો આક્ષેપ- ગ્રાન્ટેડ યુનિવર્સિટીની સ્વાયત્તતા સમાપ્ત થશે, લોકો સરકારને પોતાના વાંધા 12 ઓગસ્ટ સુધી મોકલી આપે | Congress Alleges- Granted University’s Autonomy Will End, People Send Their Objections To Govt By August 12

Spread the love

અમદાવાદ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નેશનલ એજ્યુકેશન પોલીસી હેઠળ રાજ્યમાં કોમન યુનિવર્સિટી એક્ટ અંગેનું બીલ આગામી વિધાનસભા સત્રમાં રજૂ થનાર છે. અગાઉ ચાર વાર વિધાનસભામાં આવેલા અને મંજૂર ના થનાર આ બિલને લઈ કોંગ્રેસ પક્ષ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ગ્રાન્ટેડ યુનિવર્સિટીની સ્વાયત્તતા સમાપ્ત થશે. તો તેની સામે જાગૃત નાગરિકો સરકારને પોતાના વાંધા 12 ઓગસ્ટ સુધી મોકલી આપે.

વિદ્યાર્થી પ્રોફેસર તેમજ એ સહિતનું નેતૃત્વ ખતમ થશે- કોંગ્રેસ
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યના શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને વિનંતી કરી કે, કોમન યુનિવર્સિટી એક્ટ અંગે જાગૃત નાગરિકો સરકારને પોતાના વાંધા 12 ઓગસ્ટ સુધી મોકલી આપે. ગ્રાન્ટેડ યુનિવર્સિટીની સ્વાયત્તતા સમાપ્ત થશે અને વિદ્યાર્થી પ્રોફેસર તેમજ એ સહિતનું નેતૃત્વ ખતમ થશે. જે બોર્ડ ઓફ મેનેજમેન્ટ રચાશે, એમાં સરકારના માન્ય લોકો તેમજ યશમેન સામેલ થશે.

8 ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ મોટા શહેરોમાં 50 હજાર કરોડની મિલકત
રાજ્યની આઠ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓની મોટા શહેરોમાં મોકાની જગ્યા પર 50,000 કરોડથી વધારેની મિલકત છે. ખરા અર્થમાં તો સરકાર આ મિલકત વેચવા માંગતી હોવાથી આ બિલ લાવવામાં આવનાર છે. બિલનો મુસદ્દો તૈયાર કરાયો છે, તેમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે યુનિવર્સિટીની જગ્યા વેચાણ, ભાડે અને ટ્રાન્સફર કરી શકાશે.

સરકાર યુનિવર્સિટીની જગ્યાઓ વેચવા માગે છે- ગોહિલ
ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અત્યારની વ્યવસ્થામાં સેનેટ-સિંડિકેટ સાથે મળી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો લે છે. પ્રાઇવેટ યુનિ.ઓને મંજૂરી આપી સરકાર ગ્રાન્ટેડ યુનિ.ઓને નબળી પાડી રહી છે. યુનિ.ની જગ્યા વેચાણ, ભાડે અને ટ્રાન્સફર કરી શકાય એવું બિલમાં લખાયું છે. કોઈપણ લોકોને જમીન વેચી શકવાનો ઉલ્લેખ જ દર્શાવે છે કે સરકાર યુનિવર્સિટીની જગ્યાઓ વેચવા માગે છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *