અમદાવાદ10 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરા, અમરાઈવાડી,ભાઈપુરા, ગોમતીપુરા બાપુનગર,ઈન્દ્રપુરી, મણીગનર, ઈસનપુર, ઘોડાસરમાં ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે અનેક લડતો અને આંદોલનો પછી પૂર્વ વિસ્તારના ખોખરામાં પાંચથી આઠ ઓરડા શરૂ કરવામાં આવ્યા છે. કે.કા. શાસ્ત્રી કોલેજનો ભરપુર લાભ પૂર્વના સ્થાનિન વિદ્યાર્થીઓને મળતો હતો. જેથી તેમને દુરની કોલેજમાં જવું પડતું ન હતું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા હતા.
કે. કા. શાસ્ત્રી કોલેજમાં વર્ગો વધારવા માગ
પરંતુ જ્યારથી ઓનલાઈન પ્રથા શરૂ કરવામાં આવી છે ત્યારથી તેના નકારાત્નક પાસાઓના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને દુરની કોલેજો અને સ્વનિર્ભર કોલેજો ફાળવવમાં આવે છે. જેથી તેઓને પરવળતું ન હોવાથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહે છે. બીજી બાજુ જેમને ફાળવવામાં આવલા હોય તે વિદ્યાર્થીઓ ઘાટલોડીયા, બોપલ, સાબરમતી અને દુર દુરના વિસ્તારોના વિદ્યાર્થીઓ હોવાથી તેઓ નામ માત્ર માટે અભ્યાસ કરતા હોય છે અને ફક્ત પરીક્ષા આપવા માટેજ કોલેજમાં આવતા હોય છે. એટલું જ નહીં પૂર્વ વિસ્તારમાં વાલીઓ શંકુચિત માનસિકતા ધરાવતા હોવાથી વિદ્યાર્થી બહેનોને જો કે.કા. શાસ્ત્રી કોલેજમાં ન મળે તો તેઓને ઘરે બેસાડી દેતા હોય છે જેના કારણે બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર ફક્ત કાગળ ઉપર રહી જાય છે.
પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દુર સુધીનો ધક્કો
શહેરના પૂર્વ વિસ્તાર ખોખરામાં આવેલી સરકારી કે.કા.શાસ્ત્રી કાલેજની બેઠકો એકબાજ ઓનલાઈન પ્રવેશ પ્રક્રીયાથી ભરાઈ જતાં સેંકડો સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. બીજી બાજુ જુલાઈ માસમાં આવેલ પરિણામોમાં પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પાસ થયા છે ત્યારે ઓફલાઈન પ્રવેશ પ્રક્રીયા શરૂ થઈ છે ત્યારે વર્ગોનો વધારો કરવા અને વર્ગ દીઠ બેઠકો વધારવી જોઈએ. આ કોલેજની સ્થાપના કરનાર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રમોદી અને તત્કાલિન શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલે ઉદ્દઘાટન પ્રસંગે નાગરિકોને એવી ખાતરી આપી હતી કે, સ્થાનિક કોઈપણ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે દુર દુર સુધી જવું નહીં પડે અને તમામ ગરીબ, મધ્યમ, પછાત વર્ગના સ્થાનિક વિદ્યાર્થીઓને કે. કા. શાસ્ત્રી કોલેજમાં જ પ્રવેશ મળી રહેશે.
કોલેજમાં વર્ગો વધારવા તેમજ વર્ગદીઠ બેઠક વધારવા માંગ
પરંતુ ઓનલાઈન પ્રવેશ પ્રક્રીયાના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને તેમાં ખાસ કરીને સ્થાનિક વિદ્યાર્થીનીઓને તેમના વિસ્તારથી દુર દુર પ્રવેશ મળતા તેઓ સ્થાનિકથી દુર જઈને ભણવા તૈયાર નથી અને તેમના પરિવાર દ્વારા સલામતીના કારણે તેમને સ્થાનિક કોલેજથી બીજે ભણવા જવા દેવામાં આવતા નથી. તેથી અમારી માંગણી છે કે, ખોખરા અને અન્ય આસપાસમાં રહેતા પ્રવેશથી વંચિત વિદ્યાર્થીનીઓ સહિત વિદ્યાર્થીઓને કે.કા.શાસ્ત્રી કાલેજમાં જ વર્ગો વધારીને અને વર્ગ દીઠ બેઠકો વધારીને પ્રવેશ આપવો જોઈએ અને બપોરની પાળીમાં મહિલા કોલેજ શરૂ કરીને તેમને ઉચ્ચ ભણતર આપી ઉજજવળ ભાવિ કારકિર્દી ઘડવી જોઈએ. જે માટેની જવાબદારી સરકારશ્રી અને તંત્રની છે. માટે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં સત્વરે કે.કા. શાસ્ત્રી કોલેજમાં વર્ગો વધારવા તેમજ વર્ગદીઠ બેઠક વધારવા અને બપોરની પાળીમાં મહિલા કોલેજ શરૂ કરવા આપ સાહેબશ્રીને આગ્રહભરી નમ્ર વિનંતી છે.