વડોદરા3 મિનિટ પહેલા
- કૉપી લિંક
કાલા ઘોડા પાસે પીને કાર ચલાવતા પકડાયેલા સુફિયાન અને અને જાવેદ મેમણ.
- આંકલાવનો જ્વેલર સુફિયાન મેમણ મિત્ર સાથે નશાની હાલતમાં કાર ચલાવતો હતો
- લોકોએ પકડતાં હોશમાં હોય તેમ સેટલમેન્ટ કરવાની સૂફિયાણી વાત કરી
કાલા ઘોડા પાસે સમી સાંજે દારૂ પીધેલા આંકલાવના જ્વેલર કાર ચાલકે 5 વાહનોને અડફેટે લીધા હતા. જોકે ટોળાંએ કાર ચાલકને રોકી પોલીસને હવાલે કરતાં રાવપુરા પોલીસે બે આરોપીની અટક કરી હતી. જોકે કારને રોકીને લોકોએ તેને પકડી પાડતાં અન્ય લોકોનો બચાવ થયો હતો.
આરોપીઓ સુફિયાન રફીક મેમણ (જ્વેલર, આંકલાવ) તથા જાવેદ ઇસ્માઇલ મેમણ (તાંદલજા) હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. કાલા ઘોડા વિસ્તારમાં સમી સાંજે ભારે ખળભળાટ મચાવનાર આ ઘટનાની વિગતો એવી છે કે ‘કાલા ઘોડા પંચમુખી હનુમાન મંદિર પાસે પીધેલી હાલતમાં ફોર વ્હીલ ગાડી ચલાવી રહેલા ગાડી ચાલકે અનેક વાહન ચાલકોને અડફેટે લીધાં હતાં.
બનાવને લઈને ભરચક કાલા ઘોડા વિસ્તારમાં લોક ટોળા એકત્ર થઈ ગયા હતા અને વાહન ચાલકને રોકી પોલીસના હવાલે કર્યો હતો. વાહનચાલકનું કહેવું છે કે તે પીધેલી હાલતમાં હતો અને વાહન ચલાવી રહ્યો હતો તો બીજી બાજુ આ બનાવમાં જેમને ઈજા થઈ છે અથવા તો જેમના ગાડીને નુકસાન થયું છે તે લોકોએ બનાવની સમગ્ર ઘટના પોલીસ સમક્ષ વર્ણવી હતી. પીધેલા ગાડી ચાલક અને તેના સાથે રહેલા અન્ય વ્યક્તિને રાવપુરા પોલીસે અટકાયત લઈને વધુ તપાસ હાથ ધરી છે.
લોકોને કહ્યું, તમારે-મારે જ પોલીસના ધક્કા ખાવા પડશે
પીધેલા ચાલકને લોકોએ પકડતાં જાણે હોંશમાં આવી ગયો હોય તેમ કહેતો હતો કે, ફરિયાદની જરૂર નથી, આપણે પ્રોબ્લેમનો ઉકેલ કરવા તૈયાર છીએ, પોલીસ પાસે જશો તો મારે-તમારે ધક્કા જ ખાવા પડશે.
પીડિતે ફરિયાદની ના કહેતાં પોલીસે ગુનો દાખલ કર્યો
પીધેલા કાર ચાલકનો ભોગ બનેલાએ પોલીસને જણાવ્યું કે મારે ફરિયાદ કરવી નથી. ત્યારે પોલીસ વિમાસણમાં મુકાઈ હતી. જો કે પોલીસે કાર ચાલક સામે દારૂ પીધેલાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બનાવ સંંબંધે પીધેલા કાર ચાલક અંગે તપાસ હાથ ધરી હતી.
.