કાર ચાલકે BRTS રૂટમાં 3 બાઈક અને બે રાહદારીને ઉડાવ્યા, લોકોએ કાર ચાલકને પકડી માર માર્યો | Car driver runs over 3 bikes and two pedestrians on BRTS route, people catch car driver and thrash him, suspected to be drunk

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Car Driver Runs Over 3 Bikes And Two Pedestrians On BRTS Route, People Catch Car Driver And Thrash Him, Suspected To Be Drunk

સુરત23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતમાં અમદાવાદમાં તથ્ય પટેલે કરેલ અકસ્માતની યાદ તાજી થઈ છે. કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક ચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. આ અકસ્માતના પગલે લોકોએ કાર ચાલકને માર પણ માર્યો હતો. હાલ તો કાર ચાલક દારૂના નાશમાં હોવાની આશંકા છે.

કાર ચાલકે ત્રણ બાઈક ચાલકને અડફેટે લીધા
મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે એક સ્વિફ્ટ કાર ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક ચાલક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા. પૂરપાટ ઝડપી આવી રહેલા સ્વિફ્ટ કારના ચાલકે એક બાદ એક એમ ત્રણ બાઈક ચાલકોને અડફેટે લીધા હતા.

લોકોએ કાર ચાલકને કાર ચાલકને માર માર્યો
કાર ચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઈક ચાલકોને ઢસડી નાખ્યા હતા. ત્યારબાદ કરની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ કાર ચાલકને કારમાંથી બહાર કાઢી માર પણ માર્યો હતો.

કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી
અકસ્માતની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કાર ચાલકને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

કાર ચાલક દારૂના નાશમાં હોવાની આશંકા
લોકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલક દારૂના નશામાં હતો. જેથી લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કાર ચાલકને માર માર્યો હતો. કાપોદ્રા પીઆઇ એમ.બી. વાછાણીએ જણાવ્યું હતું કે, કાર ચાલક દારૂના નશામાં હોવા અંગે સ્મીમેર હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે જ ફરિયાદ નોંધવાની પણ તજવીજ ચાલી રહી છે. વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.

દીકરો પરત ફરી રહ્યો હતો ત્યારે કાર ચાલકે અડફેટે લીધો
એક ઈજાગ્રસ્ત કિશન હીરપરાના પિતા અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, મારો દીકરો કિશન એટીએમમાંથી રૂપિયા ઉપાડી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે આ કાર ચાલકે અડફેટે લીધો હતો. આ કાર ચાલક દારૂના નશામાં હતો. હાલ મારા દીકરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ત્રણ જેટલા ઓપરેશન આવે એમ છે. તેના હાથમાં ઇજા થઇ છે. જયારે એક પગ ભાંગી ગયો છે. તેની સાથે રહેલા યશ ઘેવરીયાને પણ ઇજા પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *