વડોદરા14 મિનિટ પહેલા
- કૉપી લિંક
- શ્રેષ્ઠ 10 પોલીસ મથકોની પસંદગી માટેના સરવે માટે કેન્દ્ર સરકારની 3 સભ્યોની કમિટીએ મુલાકાત લીધી
- ફરિયાદ નિવારણ, પેન્ડિંગ કેસો સહિતના અનેક મુદ્દાથી મૂલ્યાંકન
શ્રેષ્ઠ 10 પોલીસ મથકોની પસંદગી માટેનાે સર્વે શરુ થતાં સર્વે માટેના દેશના 72પોલીસ મથકોમાં કારેલીબાગ પોલીસ મથકની પસંદગી થતાં શહેર પોલીસ તંત્રમાં ખુશીની લહેર વ્યાપી છે, જેથી સર્વે માટે ત્રણ સભ્યોની ટીમે સાંજે પાંચ વાગે કારેલીબાગ પોલીસ મથકમાં સર્વે શરૂ કર્યો હતો.
ગયા વરસે વારસિયા પોલીસ મથકનો દેશના બેસ્ટ 10માં સમાવેશ કરાયો હતો. દેશમાં 17379 પોલીસ મથકો છે જે પૈકી દર વરસે દેશના શ્રેષ્ઠ દશ પોલીસ મથકો પસંદ કરાય છે , આ પસંદગી મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ત્રણ સભ્યોની ટીમ કરે છે,આ ટીમ દ્વારા આ વરસે ટોપ ટેન પોલીસ મથક માટેની પસંદગી માટે કારેલીબાગ સહિત દેશના 72 પોલીસ મથકો સરવે માટે પસંદ કરાયા છે.
ફરિયાદ નિવારણ, પેન્ડિંગ કેસો, તપાસ અને ઉકેલ, દોષિત ઠેરવવાનો દર અને ચાર્જશીટ દાખલ કરવા જેવા વિવિધ પરિબળો પર ે રેન્ક આપવા માટે મહત્વના ગણાય છે.વિવિધ ગુનાઓની તપાસ, નિકાલ, અમલીકરણ, ગુનાઓને રોકવા માટે લેવાયેલા પગલાં, પોલીસ સ્ટેશનમાં મહિલા અને બાળ ડેસ્ક, ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર,ી માળખાકીય સુવિધાઓ સહિતની બાબતો વિચારણામાં લેવાય છે.
મને ખાતરી છે કે સર્વે તમામ પોલીસને આગામી વર્ષોમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે.કુલ પોઈન્ટની ચોક્કસ ટકાવારી પોલીસ સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા માટે મળશે. “લોકોએ કારેલીબાગ પોલીસના અભિગમ વિશે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે,અમે હવે અન્ય પોલીસ સ્ટેશનોમાં સમાન મોડલની નકલ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. મનોજ નિનામા, ઇન્ચાર્જ પો.કમિશનર, ડીસીપી, વડોદરા પોલીસ.
આરોપીને પણ સારી સુવિધા મળે છે કે નહી તેનો પણ સરવે
કેન્દ્ર સરકારની ત્રણ સભ્યોની કમિટિ આ સર્વે કરી રહી છે જેમાં સુફિયાન ખાન, શાહબુદીન આલમ અને જમાલ ચૌધરીનો સમાવેશ થાય છે,સુફિયાન ખાને જણાવ્યુ હતું કે ‘ કોઈ પણ આરોપીને પોલીસ મથકે લવાય ત્યારે તેને પણ યોગ્ય સુવિધા મળે છે કે નહી તેનો પણ સર્વે થાય છે,
ત્રણ દિવસમાં પાસપોર્ટની ઇન્કવાયરી પૂરી કરીએ છે
અમે પોલીસ મથકમાં દરેક કામગીરી માટે સમય મર્યાદા નક્કી કરી છે, પાસપોર્ટની ઇન્કાવાયરી ત્રણ દિવસમાં થાય છે,કોઈ પણ અરજીનો નિકાલ 15 દિવસમા કરવા સહિતના નિયમો નક્કી કરેલા છે.
> પન્ના મોમાયા, ડીસીપી ઝોન-4,.
.