બારડોલી5 કલાક પહેલા
- કૉપી લિંક
માંડવી તાલુકાનાં ગોદાવરી ગામનાં ત્રણ યુવાન મિત્રો સાયણની કંપનીમાં નોકરી પુરી કરી ઘરે જતા હતા ત્યારે સામેથી કાળ બનીને આવેલી ટોરેન્ટ કંપનીના બોલેરોનાં ચાલકે ઘલા પાટીયાથી ટોરેન્ટ પાવર વચ્ચે બાઇકને ટક્કર મારતા ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે બીજા બંને મિત્રોનું સુરત સ્મીમેરમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ત્રણ યુવાન મિત્રોનું એક સાથે મોત થતાં ગોદાવરી ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું.

અકસ્માતમાં મૃતક યુવક
માંડવી તાલુકાનાં ગોદાવરી ગામના ત્રણ યુવાન મિત્રો વિપુલ ભાઇ બાબરભાઇ પટેલ (ઉ.વ 30) અજીતકુમાર ઉકકડભાઇ ચૌધરી (ઉ.વ 30) તથા કાર્તિક કુમાર જસવંતભાઇ પટેલ (ઉ.વ 25) નાઓ સાયણની એક કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતા હતા. વિપુલ પટેલની બાઇક GJ 5 GF 8434 પર સાથે અપડાઉન કરતા હતા. આજે નોકરી પુરી કરી સાયણથી ગોદાવરી આવવા નીકળ્યા હતા. વિપુલ બાઇક ચલાવતો હતો અને અજીત તથા કાતિૅક પાછળ બેઠા હતા.

અકસ્માત સર્જનાર કાર
ઘલા પાટીયાથી બૌધાન જતા રોડ પરથી પસાર થતા હતા ત્યારે ટોરેન્ટ પાવર નજીક સામેથી બેફામ આવતી એક સફેદ કલરની બોલેરો ગાડી નં GJ 05 RT 4363 ના ચાલકે તેનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ત્રીપલ સવારી બાઇકને ટક્કર મારતા ત્રણેય મિત્રો રોડ પર પટકાયા હતા. જેમાં મોટર સાયકલ ચલાવતા વિપુલભાઇ બાબરભાઇ પટેલને માથા ભાગે તથા ડાબા પગે અને ડાબા હાથે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગસ્ત અજીત કુમાર ચૌધરીને માથાનાં ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે કાતિૅક પટેલને માથાના ભાગે તથા બંને પગે ગંભીર ઇજા થતા સુરત સ્મીમેરમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન બંને યુવકનું પણ મોત નિપજ્યું હતું.

અકસ્માતગ્રસ્ત બાઇક
.