- Gujarati News
- Local
- Gujarat
- Gandhinagar
- Kalol Exposed The Scam Of Printing Duplicate Pouches Of Betel Nut At Sai Flex Laminator Company Of Rakanpur, Rs. 2.66 Lakh Worth Of Goods Seized
ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
કલોલનાં રકનપુરની સાંઈ ફ્લેક્ષ લેમીનેટર કંપનીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડો પાડીને કોપી રાઈટ એક્ટનો ભંગ કરી ડુપ્લીકેટ સોપારીનાં પાઉચ બનાવવાનાં ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. એક ઈસમની રૂ. 2.66 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. તેમજ અન્ય ત્રણ વોન્ટેડ આરોપી વિરુદ્ધ પણ કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ખાતે રહેતા શંભુપ્રસાદ કાન્તીલાલ પટેલ આઠ વર્ષથી બાવળામાં ગૃહ ઉધોગ તરીકે આર.કે. ટ્રેડર્સ નામની કંપની ચલાવે છે. આ કંપનીનાં નામે “એ.પી.” રજીસ્ટર લેબલ પેકીંગમાં સોપારીનું વેચાણ કરવામાં આવે છે. જેનું ટ્રેડ માર્ક પણ તેઓએ કરાવેલું છે. શંભુ પ્રસાદને જાણવા મળ્યું હતું કે, તેમની કંપનીના વેચાણના પાઉચની કોપી કરી તેના પાઉચ પ્રિન્ટીંગનું કામ 555/5, સુરભી એન.જી. કંપાઉન્ડ, ગુલાબ ઓઇલ ફેકટરીની બાજુમાં રકનપુર ચાર રસ્તા ખાતેની સાંઇ ફ્લેકસ લેમીનેટરની કંપનીમાં કરવામાં આવી રહ્યું છે. આ મામલે તેમણે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનમાં ફરીયાદ કરી હતી. જેનાં પગલે સીઆઈડી ક્રાઇમની ટીમે સાંઇ લેમીનેટરની કંપનીમાં દરોડા પાડ્યા હતા. સૌરભ રમેશ યાદવ(રહે. ડી-૨૦૧, સન ડીવાઇન-5, ચાણકયપુરી રોડ, ઘાટલોડીયા) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જેની પૂછતાંછમાં ઉક્ત કંપની તેના પિતા રમેશ ફોરનસિંગ યાદવનાં નામે હોવાની કબૂલાત કરી હતી અને તેના પિતા ઉત્તર પ્રદેશ વતનમાં ગયાં હોવાનું કહી વધુમાં કબૂલાત કરેલી કે તેના પિતાના ઓળખીતા ઉંમાંકાંત હરીઓમભાઇ યાદવ પાસેથી ભાડા કરારાથી જગ્યા રાખવામાં આવી છે અને સાંઇ લેમીનેટરની કંપનીમાં ફ્લેક્ષીબલ પ્રિન્ટીંગનું જુદી જુદી કંપનીઓનું કામ કરવામાં આવે છે. બાદમાં પોલીસે કંપનીમાં જડતી લેતાં શંભુ પ્રસાદની કંપનીના પાઉચ પ્રિન્ટીંગ કરવાના મશીનરીના 10 સીલીન્ડર, એ.પી. પ્રોડક્ટ કંપનીના પેકીંગના પ્લાસટીક રોલ, હોલોગ્રામ તેમજ જે રોલના પેકેટ જોતાં સ્પેશીયલ બી.કે. એરીકાનટ લખેલ બીજી કંપનીના પ્રિન્ટ કરેલ હતા.
પોલીસની વધુ તપાસમાં ઉપરોકત બન્ને કંપનીના પ્રિન્ટીંગ કરવાના સિલિન્ડર મુસ્તુફા અબ્દુલસત્તાર મેમણ(રહે, મકાન નં-11 સાનિયા-2, મુસ્કાન હોસ્પીટલ પાસે ફતેહવાડી, જુહાપુરા) અને નિલેશ ભવાનભાઈ ભરવાડ(રહે. ભરવાડ વાસ, બાવળા) લઈને આવતા હતા અને પ્રિન્ટ થઈ ગયા પછી પરત લઈ જતા હતા. જ્યારે બી કે સોપારીનાં નામના પણ ડુપ્લીકેટ પાઉચ પ્રિન્ટ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે સીઆઈડી ક્રાઇમ પોલીસે કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કુલ રૂ. 2.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.