નર્મદા (રાજપીપળા)37 મિનિટ પહેલા
- કૉપી લિંક
નર્મદા જિલ્લાના પહાડ ગામ પાસે કન્ટેનરનાં ચાલકે આગળ ચાલતી બાઈકને ટક્કર મારતા બાઇક સવાર દંપતીને ઈજાઓ પહોંચાડી હતી. જેમાં પત્નીનું મોત થયું છે જ્યારે પતિ નેં ઈજાઓ થઈ છે.
મળતી માહિતી અનુસાર સુરેન્દ્રસિંહ હિમંતસિંહ ગોહિલ (રહે.વોરા, મજીદવાળું ફળીયું તા- તિલકવાડા જી.નર્મદા) એ આપેલી ફરીયાદ મુજબ એક કન્ટેનર નો ચાલક પુરઝડપે ચલાવી લાવી સુરેન્દ્રસિંહના ટુ-વ્હિલરને ટક્કર મારી તેમને તથા તેમની પત્ની મીનાક્ષીબેનને રોડ ઉપર પાડી દઇ તેમને શરીરે ઇજા પહોચાડી હતી. જેમાં મીનાક્ષીબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા વડોદરા SSG હોસ્પિટલમાં સા૨વા૨ દરમિયાન મોત થયું હતું છે. જ્યારે અકસ્માત બાદ કન્ટેનર ચાલક પોતાનું કબજાનું કટેનર લઇ નાશી જતા તિલકવાડા પોલીસે કન્ટેનર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આદરી છે.
દેવલીયા પાસે સુભાન અલ્લાહ લોજમાં સી.સી.ટી.વી નહીં લગાવતા SOGએ ગુનો દાખલ કર્યો નર્મદા જિલ્લામાં એસ. ઓ.જી પોલીસ સમયાંતરે કડક કાર્યવાહી કરી નિયમનો ભંગ કરનાર સામે પગલાં લે છે. ત્યારે હાલમાં દેવલિયા ત્રણ રસ્તા પાસે આવેલ એક લોજ માં કેમેરા નહિ લગાડેલા હોય ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી અનુસાર એસ. ઓ.જી.પોલીસે ચેકીંગ દરમિયાન દેવલીયા ત્રણ રસ્તા પાસે આવેલ સુભાન અલ્લાહ લોજ/ઢાબા ઉપર ચેકીંગ કરતા ત્યાં જરૂરી સી.સી.ટી.વી કેમેરા નહીં લાગેલા હોવાથી લોજના સંચાલક સુલેમાન ઇબ્રાહિમ વ્હોરા પટેલ (રહે.ગોધામ તા.તિલકવાડા જી.નર્મદા) વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
.