કચ્છમાં કોમી એકતા સાથે મહોરમ પ્રસંગે તાજીયા જુલુસ યોજાયા, રાપરમાં વિશેષ આયોજન કરાયું | Tajiya processions were held on the occasion of Muharram with communal unity in Kutch, special arrangements were made in Rapar

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Tajiya Processions Were Held On The Occasion Of Muharram With Communal Unity In Kutch, Special Arrangements Were Made In Rapar

કચ્છ (ભુજ )5 કલાક પહેલા

  • કૉપી લિંક

ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુ:ખદ ઘટના, આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, બલકે કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સરચાઇની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.

ઇસ્લામ ધર્મમાં ‘ જયારે ‘મોહરમ’ એ હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડું પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે. તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ બનાવીને, ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે.

ત્યારે આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમા મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા જુલૂસ યોજાયા હતા. જે જુમા મસ્જિદ થઈ માંડવી ચોક, સોની બજાર, માળી ચોક, ભુતિયાકોઠા થઈ મસ્જિદ પાસે તાજિયા જુલૂસની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ નિમિતે હજાર અગ્રણીઓના વિશેષ બહુમાન કરવામાં આવ્યા હતાં . જેમાં માળી ચોક ખાતે જીલ્લા પંચાયતના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા, રાપર તાલુકા ક્ષત્રિય સમાજના માજી પ્રમુખ અનોપસિંહ વાધેલા, હકુમતસિંહ સોઢા સહિતના હિન્દુ મુસ્લિમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાજિયા જુલૂસમા જોડાયેલા મુસ્લિમ સમાજના ભાઇઓનુ તથા હિન્દુ સમાજના આગેવાનોનુ સન્માન કરવામાં આવ્યું હતું.

અલજીબાપુ વાસ મધ્યે પણ તાજિયા જુલૂસ ની ઉજવણી કરવામાં આવી હતી ધમાલ સાથે ની ઉજવણી મા રાપર શહેર ના હિન્દુ મુસ્લિમ સમાજ ના ભાઈઓ અને બહેનો ઉમટયા હતા મુસ્લિમ સમાજ ના આગેવાનો સૈયદ અનવરશા બાપુ ઇસ્માઇલ ભાઈ પણકા હાજીભાઈ ખાસકેલી રસુલ ચૌહાણ મામદ નોડે લાલમામદ રાઉમા જાનખાન બલોચ કુતુબ શા શેખ જાનમામદ રાઉમા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તાજિયા જુલૂસ દરમિયાન પ્રોબેશન ડીવાયએસપી પી જે રેણુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ આર આર આમલીયાર સહિત પોલીસ નો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રાપર નીલપર નંદાસર સલારી સુવઈ વણોઈ આડેસર વિજાપુર સહિત ના ગામો મા તાજિયા જુલૂસ ની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *