વાઘોડીયા32 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સરકારી જગ્યા, ડમ્પીંગ અને ગૌચરના માપણીનો મુદ્દો ઉઠતાં સભા વિફરી
- વાઘોડિયા ગ્રામ પંચાયતની સભામાં ટીડીઓ ગેરહાજર રહ્યાં
વાઘોડિયા ગ્રામ પંચાયતમા કચરાના નિકાલ માટે યોજવામા આવેલી ગ્રામસભામા કચરા માટેનુ ડંમ્પીંગ સ્થળ, અચોક્કસ જગ્યા મુદ્દે સભા વિફરી હતી.વાઘોડિયા ગ્રામ પંચાયતની સરકારી જગ્યા, ખરાબાની જગ્યા અને ગૌચરો ધીરેધીરે અદ્રશ્ય થયા હોવાનો ગ્રામ પંચાયતમા ગ્રામીણોએ જોરશોરથી મુદ્દો ઊઠાવ્યો હતો. હાલ વાઘોડિયા GIDCમા આવેલી જગ્યામા કચરો ઠલવાતા ઔદ્યોગિક વિસ્તારમા લિલાસુકા કચરા નાંખવાનો એકમોએ વિરોઘ નોંઘાવતા અન્યત્ર જગ્યા પસંદ મુદ્દે વિવિઘ સવાલો ઊઠ્યા હતા.
એક તરફ પશુઘન માટેના ગૌચરોમા કચરો નહિ ઠાલવાય તેવુ ગ્રામજનો એકી આવાજે બોલી વિરોઘ વ્યક્ત કર્યો હતો. જોકે સભામા કચરાનો નિકાલ ક્યા કરવો તે મુદ્દો પંચાયતના શીરે યથાવત્ રહ્યો છે. આ સિવાય સિધ્ધી ઈન્ડસ્ટ્રીઝ પાસે વેરો વસુલવો, પિવાનુ પાણી ફિલ્ટર વાળું, રખડતા ઢોરોનો મુદ્દો,ગંદકીનો મુદ્દો મુખ્ય સ્થાને રહ્યા હતા.
જયારે વાઘોડિયામા ઊભરાતી ગટરનો પ્રાણપ્રશ્ન વિસરાઈ ગયો હતો. જોકે વાઘોડિયામા આવેલ ગટરના જુના સંપને બદલે નવો સંપ બનાવવો જેવા વિષયો ઊપર ઠરાવ કરવામા આવ્યો હતો. તદ્ઊપરાંત રખડતા પશુઓ સ્થાનિક માલધારીઓના નહિ હોવાની વાતને માલધારીએ ટેકો આપ્યો હતો. જેમા 200 ઊપરાંત પશુઓને વાઘોડિયામા છોડી મુકવામા આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. આશરે 18 જેટલા ઠરાવો ગ્રામજનોની હાજરીમા કરવામા આવ્યા હતા.
તાલુકા વિકાસ અઘિકારીની ગેર હાજરી નોંઘનીય રહી હતી. જે બાદ વડોદરા જીલ્લા આરોગ્ય સમિતી ચેરમેન નિલેષભાઈ પુરાણી અને વાઘોડિયા તાલુકા પંચાયત ઊ.પ્રમુખ શાંતીલાલ રબારી અને કોંગ્રેસ તાલુકા સદસ્ય મોબીન મન્સુરીની અધ્યક્ષ સ્થાને ગ્રામજનો અને વહિવટદાર સાથે તલાટીએ સભા યોજી હતી.
.