મુંબઈ21 મિનિટ પહેલા
- કૉપી લિંક
અભિનેત્રી કંગના રણોત અને લેખક- ગીતકાર જાવેદ અખ્તર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જાવેદ અખ્તર સાથેની કાયદેસર લડાઈમાં કંગનાને કોર્ટે મોટો ફટકો આપ્યો છે. મુંબઈના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે જાવેદ અખ્તર પરના ચાર આરોપ ફગાવી દીધા છે, જ્યારે બે આરોપ બાબતે સમન્સ પાઠવ્યા છે.
કંગનાએ જાવેદ અખ્તર પર અનેક આરોપ કર્યા હતા. કંગના અને હૃતિક રોશન વચ્ચે વિવાદ ચાલતો હતો ત્યારે કંગના અને તેની બહેન રંગોલી ચંદેલને જાવેદે પોતાના ઘરે બોલાવીને હૃતિકની માફી મગાવી હતી. કોર્ટે કહ્યું કે જાવેદ અખ્તર પર ખંડણીનો કોઈ પણ ગુનો દાખલ કરાયો નથી. એકાદ વ્યક્તિને લેખિત માફી માગવા કહેવું તે કાયદામાં બંધબેસતું નથી, કારણ કે કાયદેસર હક તૈયાર, વિસ્તાર અથવા સગવડદાયી માર્ગે હસ્તાંતરિત કરી શકાય નહીં, એવી કોર્ટે નોંધ કરી હતી.
કંગનાનો આરોપ હતો કે જાવેદ અખ્તરે તેને ધમકાવી અને બળજબરીથી હૃતિકની માફી મગાવી હતી. આ સાથે તેણે ખોટા અને નિરાધાર વક્તવ્ય કરીને તેની પ્રતિમા ખરાબ કરવાનો આરોપ પણ જાવેદ અખ્તર પર કર્યો હતો. તેનું ચારિત્ર્ય ખરાબ કરવું, તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ કર્યો હતો. આટલું જ નહીં, જાવેદ અખ્તરે જાણીબૂજીને તેની નમ્રતાનું અપમાન કર્યું અને વ્યક્તિગત સંબંધો પર ટિપ્પણી કરી હોવાનો આરોપ પણ કર્યો હતો. જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી.
મંગળવારે મેજિસ્ટ્રેટ આર એમ શેખે સર્વ દલીલો અને સબમિશન ધ્યાનમાં લીધા પછી નિર્ણય સંભળાવ્યો હતો. કંગનાએ કરેલા છમાંથી બે આરોપમાં જ કાર્યવાહી કરશે એમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. બે આરોપમાં ધમકી આપવી અને મહિલાની વિનયશીલતાનું અપમાન કર્યાના આરોપ હેઠળ જાવેદ અખ્તર સામે હવે સમન્સ જારી કર્યા છે. હવે જાવેદ અખ્તરને 5 ઓગસ્ટે અંધેરી કોર્ટમાં હાજર થવાનું રહેશે.
.