અમદાવાદ5 કલાક પહેલા
- કૉપી લિંક
ઓઢવ પોલીસ સ્ટેશન
અમદાવાદના ઓઢવમાં ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા વ્યક્તિએ રોકાણ માટે પોતાના ઓળખીતા વ્યક્તિ પાસેથી વર્ષ 2015માં 8.75 લાખમાં ફ્લેટ ખરીદ્યો હતો. ફ્લેટ લીધા બાદ ભાડે આપ્યો હતો. જે બાદ વર્ષ 2019માં મકાન માલિકની તબિયત નાંદુરસ્ત થઇ હતી, જેના લીધે ધંધો પડી ભાંગ્યો હતો. આ માટે ઓઢવ ખાતેનું મકાન વેચવાનું નક્કી કર્યું હતું અને જેમની પાસેથી અગાઉ ફ્લેટ લીધો હતો. તેમને જ ફ્લેટ વેચવાની વાત કરી હતી, પરંતુ ઘણાં સમય સુધી ફ્લેટ વેચાયો છે કે નહીં તેની જાણકારી મળતી ન હતી. જેથી એક દિવસ દંપતી પોતાના ફ્લેટ પર જઈને તપાસ કરવા ગયા તો જાણવા મળ્યું કે, ફ્લેટમાં જેને મકાન વેચવા માટે આપ્યું હતું તે લોકો રહે છે. જે બાદ ફ્લેટ ખાલી કરવાનું કીધું તો બંનેએ બીજા 7.50 લાખની માંગણી કરવા લાગ્યા હતા. જેથી દંપતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દંપતીએ ફલેટ વેચવાની જવાબદારી આપી હતી
વાસણામાં રહેતા 52 વર્ષીય શિલ્પાબેન અને તેમના પતિએ આઠેક વર્ષ અગાઉ ઓઢવમાં ઓળખીતા પાસેથી ફ્લેટ ખરીદ્યો હતો. ફ્લેટ ખરીદ્યાના ચારેક વર્ષ બાદ શિલ્પાબેનના પતિની તબિયત લથડી હતી. જેના કારણે ફ્લેટ વેચી નાંખવાનો વિચાર કર્યો હતો. માટે જેમની પાસેથી ફ્લેટ વેચાતો લીધો હતો, તેમને જ ફ્લેટ વેચવાની જવાબદારી સોંપી હતી. થોડાંક દિવસો બાદ શિલ્પાબેનને જાણવા મળ્યું કે, તેમનો ફ્લેટ વેચાયો નથી અને જેમને વેચવા આપ્યો હતો તેમણે જ કબ્જો કરી લીધો છે. ઉપરથી ફ્લેટ ખાલી કરવાના વધારાના રૂપિયા પણ માંગે છે, જેથી શિલ્પાબેને લીલાબેન બાથમ, બ્રીજલાલ બાથમ અને વિશાલ બાથમ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
નિકોલમાં નવજાત શિશુને અજાણી વ્યક્તિ છોડીને ફરાર
નિકોલમાં ગત 6 ઓગસ્ટે હોસ્પિટલના પાછળના ભાગે ACના આઉટડોરના સ્ટેન્ડ પર અજાણી વ્યક્તિ નવજાત શિશુને ત્યજીને ફરાર થઇ ગઇ હતી, ત્યારે સિક્યુરિટી તરીકે કામ કરતા સુરેશભાઇ પાછળ પાણીની ટાંકીમાં પાણી જોવા જતા તેમને કોઇ રડતું હોય તેવો અવાજ સંભળાયો હતો. જેથી તેમને તપાસ કરતા નવજાત શિશું રડતું હતું. જેથી તેમને તાત્કાલિક નારાયણ શર્મા બાપુનગર કાકડિયા હોસ્પિટલના મેનેજર સહિત સ્ટાફ દોડી આવ્યો હતો અને નવજાત શિશુને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું અને પોલીસને જાણ કરતા શહેર કોટડા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અંગે પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
.